મોટી કુંકાવાવ તાલુકામાં જન્મદર તથા લગ્ન નોંધણી સૌથી વધ્ાુ

અમરેલી, અમરેલી જિલ્લાનાં મોટી કુંકાવાવ તથા વડિયા તાલુકામાં છેલ્લાં ઘણા સમયથી બહારનાં નવ દંપતીઓ આવીને પોતાના લગ્નની નોંધણી કરાવતા હોવાનાં કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવ્યાં છે. અને આ બાબતે એસીબી દ્વારા તપાસ પણ હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ જિલ્લાં પંચાયતની ટીમ દ્વારા સતત દોઢ માસ સુધી તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાનમાં એક ચોકાવનારી વિગત પ્રમાણે મોટી કુંકાવાવ તાલુકામાં લગ્ન નોંધણીની સાથોસાથ જન્મ નોંધણીનાં પણ દાખલાઓ 400 થી વધ્ાુ નીકળતા હોવાનું મોટી કુંકાવાવના તલાટી મંત્રી જે.ડી.પટેલીયાએ જણાવ્યું હતું. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી જિલ્લાનાં મોટી કુંકાવાવ તાલુકામાં છેલ્લા ઘણા વર્ષોથી અમરેલી ઉપરાંત બહાર ગામનાં જેમ કે, અંબાજી, રાજકોટ, નવસારી, સુરત, મોરબી, પાલનપુર સહિતના ગામોમાંથી નવયુગલો લગ્નની નોંધણી કરાવવા માટે ઠેઠ કુંકાવાવ સુધી આવતા હોવાનાં કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. પરંતુ આ તમામ દંપતીઓ પાસે તમામ પ્રકારનાં કાગળો વ્યવસ્થિત હોવાનાં કારણે કાયદાકીય પગલા લઇ શકાતા નથી. દરમિયાનમાં મોટી કુંકાવાવ તાલુકાનાં વિવિધ ગામોમાં ખેત મજુરી તેમજ અન્ય મજુરી કામ માટે આવતા મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ અન્ય રાજ્યનાં મજુરો પ્રમાણે વધારે પ્રમાણમાં હોવાનાં કારણે જન્મની નોંધણી કરાવાના દાખલા પણ વર્ષનાં અંતે 400થી 700 જેટલા નિકળતા હોવાનું તલાટી મંત્રીએ જણાવ્યું હતું. તલાટી મંત્રીનાં જણાવ્યા પ્રમાણે ખેત મજુરી તેમજ અન્ય મજુરી કામ માટે આવતા આ મજુરોનાં ઘરે જ્યારે દિકરા કે દિકરીનો જન્મ થાય ત્યારે તેનો જન્મનો દાખલો કઢાવો ફરજીયાત હોવાના કારણે આ મજુરો પોતાનાં ઘરે જન્મેલ સંતાનનો દાખલો મોટી કુંકાવાવ તાલુકા પંચાયતમાં કઢાવતા હોવાનાં કારણે અહીંયા લગ્નની નોંધણીીની સાથો સાથ જન્મની નોંધણીનાં દાખલાનું પ્રમાણ પણ વધારે પ્ર્માણમાં કહી શકાય. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ મોટી કુંકાવાવ તાલુકામાં લગ્ન નોંધણીના દાખલાઓ નીકળતા હોવાનાં કિસ્સાઓ અવાર નવાર પ્રકાશમાં આવ્યાં છે.