મોટી કુંકાવાવ વિસ્તારમાં સિંહોનાં ધામા : પાંચ પશુઓનાં મારણ કર્યા

  • મોટા ઉજળા ગામે ભરવાડનાં વાડામાં ઘુસી મારણ કર્યા

કુંકાવાવ,
મોટી કુંકાવાવ વિસ્તારમાં છેલ્લા બે ત્રણ દિવસથી સિંહોએ ધામા નાખ્યા છે. ગત રાત્રીને કુંકાવાવથી સાત કીમી દુર મોટા ઉજળા ગામે શંકર ભગવાનનાં મંદીરની બાજુમાં આવેલ ભરવાડનાં વાડામાં ઘુસી પાંચ વાછરડા, વાંછરડી, ગાય મળી કુલ પાંચનાં મારણ કર્યાહતાં. આ વાડામાં ભેંસો અને બકરા પણ હતા પરંતુ વન્ય પ્રાણીઓએ ફક્ત ાગય પરિવાર ઉપરજ હુમલો કર્યો હતો. છેલ્લા બે ત્રણ દિવસથી આ વન્ય પ્રાણીઓ કુંકાવાવનાં અમરાપર, માલવણ, કોલડા, જંગર, વિગેરે વિસ્તારમાં આંટા ફેરા મારે છે. પણ ગઇ રાત્રે મોટા ઉજળામાં માલઢોર પર હુમલો કરી આતંક મચાવ્યો હતો. હાલ સીંગ કપાસની મોસમ ચાલુ હોય ખેડુતો ખેતમજુરો કામ કરતા હોય અને વન્ય પ્રાણીઓનાં આંટા ફેરાથી ભયનો માહોલ ઉભો થયો છે. તત્કાલ પગલા લેવા અને મોટા ઉજળા ગામ અનીડા બીટમાં આવતુ હોય આ બનાવની તપાસ અનીડા ફોરેસ્ટ અધિકારીઓ ચલાવી રહ્યાનું જણાવ્યું છે.