તા. ૩૧.૫.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ જેઠ સુદ એકમ, રોહિણી નક્ષત્ર, દ્યુતિ યોગ, કિંસ્તુઘ્ન કરણ આજે જન્મેલાંની ચંદ્ર રાશિ વૃષભ (બ,વ,ઉ) રહેશે.
મેષ (અ,લ,ઈ) : આર્થિક બાબતો માં સારું રહે,બેન્ક બેલેન્સ વધારી શકો.
વૃષભ (બ,વ,ઉ) : તમામ કાર્ય સારી રીતે પૂર્ણ કરી શકો,પ્રગતિકારક દિવસ રહે.
મિથુન (ક,છ,ઘ) : ખર્ચ પર અંકુશ રાખવો,આવક જાવક નો હિસાબ રાખવો જરૂરી બને.
કર્ક (ડ,હ) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણ માં આવે,દિવસ લાભદાયક રહે.
સિંહ (મ,ટ) : ધંધો રોજગાર શોધતા મિત્રો માટે સારો અવસર આવી શકે છે.
કન્યા (પ ,ઠ ,ણ ) : પોઝિટિવ વિચારો થી ખુબ લાભ મળે,આગળ વધવાની તક મળે.
તુલા (ર,ત) : વિવાહયોગ્ય મિત્રો માટે સારી વાત આવી શકે છે,શુભ દિન.
વૃશ્ચિક (ન ,ય ) : ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે,પ્રગતિ થાય.
ધન (ધ ,ભ ,ફ ,ઢ ): હિતશત્રુઓ થી સાવધ રહેવું,વધુ વિશ્વાસે ના ચાલવા સલાહ છે.
મકર (ખ ,જ ) : વિદ્યાર્થીવર્ગ ને ઉચ્ચ અભ્યાસ માં સફળતા અપાવતો શુભ દિન.
કુંભ (ગ ,સ,શ ) : નવી વસ્તુની ખરીદી થાય,દિવસ આનંદ માં પસાર થાય.
મીન (દ ,ચ ,ઝ ,થ): ભાઈ ભાંડુ સુખ સારું રહે,મિત્રોની મદદ મળી રહે,શુભ દિન.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
અગાઉ લખ્યા મુજબ નેપાળ માં પ્લેન ક્રેશ થયું છે જેમાં ચાર ભારતીયો પણ શામેલ છે તો બીજી તરફ અત્રે લખ્યા મુજબ ગુજરાતની નવી ટિમ આઇપીએલમાં બાજી મારી ગઈ છે. ધીમે ધીમે બુધની સ્થિતિમાં સુધાર આવતા શેરબજારમાં પ્રાણ ફૂંકાયા છે પરંતુ હજુ સ્થિરતા આવવામાં સમય લાગશે કેમ કે બુધ મહારાજ ૩જી જૂનથી માર્ગી બને છે. બુધની ડામાડોળ સ્થિતિ વખતે અત્રે લખ્યા મુજબ આયાત નિકાસ વેપાર બેન્ક શેરબજાર મુદ્રા બધા પર તેની વિપરીત અસર જોવા મળી. બુધના માર્ગી થવાથી હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધાર આવતો જોવા મળે. ગોચર ગ્રહોની વાત કરીએ તો જ્યેષ્ઠા નક્ષત્રના જ્યેષ્ઠ માસ એટલે કે જેઠ માસની શરૂઆતમાં ચંદ્ર મહારાજ તેના પ્રિય નક્ષત્ર રોહિણીમાં થી પસાર થઇ રહ્યા છે સાથે રાજા સૂર્ય પણ રોહિણીમાં થી જ પસાર થઇ રહ્યા છે હાલમાં ચંદ્ર સૂર્ય અને બુધની યુતિ થઇ રહી છે જે રાજા રાણી અને કુંવરની યુતિ કહી શકાય. વૃષભ રાશિએ ભોજનની રાશિ છે વાણીની રાશિ છે ત્યાં રાજા રાણી અને કુંવર છે માટે મોટી મિજબાનીના આયોજનનો સમય ગણી શકાય. લોકો એકત્ર થઇને કઈ ને કઈ ઉજવણી કરતા જોવા મળે વળી સારા કાર્યક્રમો થતા પણ આ સમયમાં જોવા મળે. મંગળના ઘર મેષ રાશિમાં શુક્ર અને રાહુની યુતિ ચાલી રહી છે જે ઇચ્છનીય નથી. ફિલ્મ જગત અને શો બિઝનેસ પર શુક્ર નો અમલ છે તેની સાથે રાહુ આવતા ફિલ્મ જગતના અંડરવર્લ્ડ સાથેના કનેકશનની ચર્ચા જાગે અને આવા કિસ્સા પ્રકાશમાં આવે અને કોઈ સેલિબ્રેટી વિવાદમાં આવતી ચર્ચામાં આવતી જોવા મળે.