મોડાસાના માઝૂમ કેનાલમાં ગાબડું, લાખો લીટર પાણી વેડફાયું, તાત્કાલિક કેનાલ રીપેરની માગ ઉઠી

હાલ શિયાળુ સિઝનનું વાવેતર ખેડૂતોએ કર્યું છે. ત્યારે પાકો માટે પાણીની તાતી જરૂરિયાત છે. તેવામાં મોડાસાના માઝૂમ ડેમમાંથી કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે અને ત્યારે આ કેનાલમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો હતો. મોડાસાના માઝૂમ ડેમમાંથી બીજા તબક્કાનું પાણી કેનાલમાં છોડવામાં આવ્યું છે. ત્યારે મોડાસાના આલમપુર પાસે કેનાલમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે લાખો લીટર પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ચોમાસા બાદ કેનાલોમાં જંગલ કટિંગ અને સમારકામ કરવાનું હોય છે તે તંત્ર દ્વારા કરવામાં આવતું નથી. જેના કારણે જ્યારે જ્યારે પાણી છોડવામાં આવે ત્યારે કેનાલમાં મોટા મોટા ગાબડા પડતા હોય છે અને પાણીનો વેડફાટ થાય છે. ખેડૂતોને ખરા સમયે ખેતીમાં પાણી વગરના રહેવું પડે છે. ત્યારે સિંચાઈ તંત્ર જાગે અને કેનાલો રીપેર કરાવે જેથી વારંવાર કેનાલોમાં ભંગાણના સર્જાય અને ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેવી માગ ઉઠી છે.