મોડા વરસાદથી અમરેલી જિલ્લામાં ખેતપાકોની હાલત ખરાબ

અમરેલી, (ફીલ્ડ રિર્પોટર)
અમરેલી જિલ્લામાં બે દિવસથી છુટાછવાયા વરસાદનો પ્રારંભ થયો છે પણ તેમ છતાયે મોડા વરસાદને કારણે ધરતીપુત્રોની હાલત દયાજનક બની છે.અમરેલી જિલ્લામાં કપાસ અને મગફળી એમ બે મુખ્ય પાક લેવામાં આવે છે ઓણસાલ જુલાઇનો આખો માસ વરસાદ પડયો હતો પણ પછી સમયસર વરસાદ ન પડતા પહેલા જુનમાં ઓરવેલો કપાસ સુકાઇ ગયો હતો અને જુલાઇમાં વરસાદથી કરાયેલી વાવણીનો આ વરસાદ પડતા કપાસ ખરી ગયો હોવાના વાવડ મળી રહયા છે ખેતીપ્રધાન એવા અમરેલી જિલ્લામાં ખેડુુતોએ વરસાદ પડતા જ બીયારણ વાવ્યું અને પછી વરસાદ એકધારો પડતા પાકની સાથે ઘાસ પણ ઉગી ગયું હતુ જેથી મોંઘીદાટ મજુરી અને મોંઘી દવાઓથી ઘાસ હટાવ્યું હતુ તો પોણા બે મહીના સુધી વરસાદ જ ન પડયો !.આવી હાલતમાં કપાસમાં બીયારણ, ખાતર, દવા અને મજુરી માથે પડી છે મગફળીમાં પણ ચિત્ર બહુ સારૂ નથી જેને કારણે અન્ન પકવતા જગતાતની હાલત કફોડી બની છે અને હજુ પણ વરસાદ કેવી રીતે પડે તે નકકી નથી.