મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાશે ઉત્તરાર્ધ મહોત્સવ, કલા કામણ પાથરશે

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિરનાં સાનિધ્યમાં દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા શાસ્ત્રીય નૃત્ય ના ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાતું હોય છે. ઉત્તરાયણ બાદ પ્રથમ શનિ-રવિએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજવામાં આવે છે. ૨૩ જાન્યુઆરીએ ઉત્તરાર્ધ મહોત્સવ યોજાશે. જેમાં મુખ્યમંત્રી ગાંધીનગરથી ઉત્તરાર્ધ મહોત્સવનું ઇ શુભારંભ કરશે. દેશના ખ્યાતનામ કલાકારો પોતાની કલા કામણ પાથરશે. ચાલુ વર્ષે કોરોના મહામારીના કારણે વડનગરના તાનારીરી મહોત્સની માફક એક જ દિવસનો ઉત્તરાર્ધ મહોત્સવ યોજાય તેવી સંભાવના છે.

કલેક્ટર કચેરી દ્વારા ઉત્તરાર્ધ મહોત્સવના આયોજન માટે આગામી દિવસોમાં બેઠક કરવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે. બે દિવસ ઉત્તરાર્ધ મહોત્સવમાં દેશના ખ્યાતનામ કલાકારો શાસ્ત્રીય નૃત્યો કરતા હોય છે. સૂર્યમંદિરના રંગમંડપ ઉપર ભરત નાટ્યમ, કુચીપુડી, કથકલી, મણીપુરી જેવા શાસ્ત્રીય નૃત્યો રજૂ કરાતા હોય છે. રાજ્યના મુખ્યમંત્રી અથવા નાયબ મુખ્યમંત્રીના હસ્તે ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ કરાતો હોય છે.

શાસ્ત્રીય નૃત્યોને માણવા માટે ગુજરાતભરમાંથી કલારસિકો મોઢેરા આવતા હોય છે. પરંતુ ચાલું વર્ષે કોરોના મહામારીના કારણે બે દિવસનાં બદલે એક દિવસીય ઉત્તરાર્ધ મહોત્સવનું આયોજન કરાય તેવી શક્યતા છે.