મોદીજીનાં ગુણગાન ગાવાથી જનતા છેતરાશે નહીં : શ્રી પરેશ ધાનાણી

  • દેશમાં વધી રહેલા મહિલાઓ ઉપરનાં અત્યાચારો અને મોંઘવારી સામે સ્મૃતિજી એકપણ શબ્દ ન બોલ્યા
  • જિલ્લા કોંગ્રેસ આગેવાનોએ કેન્દ્ર રાજ્યની સરકાર તથા ભાજપ પર આકરા પ્રહારો કર્યા

અમરેલી,અમરેલીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીજીની સભામાં લોકોને પરાણે પકડી શરમે ધરમે બેસાડેલા અને ભાજપની આબરૂ બચાવવાનું તનતોડ પ્રયત્ન કર્યો છતાં સભામાં સાવ પાંખી હાજરી સાબિત કરે છે કે, હવે આમ જનતા ભાજપ અને સ્મૃતિજી ઇરાનીને ઓળખી ગયા છે. બે દિવસથી આમ જનતા સોશ્યલ મિડીયાનાં માધ્યમથી એક જ સવાલ કરતી હતી કે, પાંચ રૂપિયા ગેસનાં ભાવ ના છુટકે વર્ષે વધતા હતા ત્યારે તમે રોડ ઉપર બાટલા લઇ બેસી ગયા હતાં. હવે 370નાં બાટલામાં 770 દેવા પડે છે. સબસીડી પણ ચુપકીદીથી બંધ કરી દીધી છે. ગરીબોનું કેરોસીન પણ બંધ કરી મફત ગેસ કનેક્શનની જાળમાં ફસાવ્યા હવે એ છ કરોડ ગરીબોને ડબલ ભાવ 770માં બાટલો લેવા મજબુર કરી કુવામાં ઉતારી વરત કાપે તેમ સરકારે ગરીબોને બાટલામાં પુરી અધમુુવા કરી દીધા છે ત્યારે તમે ચુપ કેમ છો? બહેનોને અને ભાઇઓને બધી બાજુથી મોંઘવારી પેટ્રોલ, ડીઝલ, ગેસનાં મારથી અધમુુવા કરી દીધા છે ત્યારે તમારા ભાષણમાં કેમ માત્ર શૌચાલયની જ વાતો કરી, અરે બહેનજી શૌચાલયમાં પણ કેટલા કરોડનો ભ્રષ્ટ્રાચાર થયો છે તેની પણ માહિતી આમ જનતાને આપવી હતી ને શું તમને મોંઘવારી નથી દેખાતી. શું અત્યાચારો બહેનો ઉપર દેખાતા નથી. તમે એકપણ વખત મહિલા ઉપર થતાં અત્યાચાર માટે અવાજ ઉઠાવ્યો હતો તો સાબિત કરી બતાવો. તમને પ્રધાન પદુ જનતાનાં મતોથી મળી ગયું અને ખોટા ગુણગાન ગાવા બધે સભાઓ કરવાની કામગીરી કરો છો. તમારા ભાષણમાં ખેડુતોની પીડા ખેડુતો ટાઢમાં ઠરતા 75 દિવસથી ન્યાય માટે રસ્તા ઉપર બેઠા છે. તેમના માટે આશ્ર્વાસનનો શબ્દ પણ નથી બોલ્યા. કિસાનોનો પાકવીમો નથી આપતા સંગ્રહખોરો બેફામ બન્યા છે. ખેડુતો ઘસાતા જાય છે. ત્યારે રાજ્ય કેન્દ્રમાં ભાજપની સરકાર હોવા છતાં પેટ્રોલ ડીઝલની એક્સાઇઝ ડ્યુટી ઘટાડવાનું નથી કહેતા? આજે ગૃહીણીઓને ઘર ચલાવવું મુશ્કેલ થઇ ગયું છે. સારવાર મોંઘી, શિક્ષણ મોંઘુ અને નવા નવા દંડો મોંઘા આમ જનતા કેટલું સહન કરે જેમ ગૃહિણીઓ બહેનોનાં નામ લઇ આંદોલન કરતા હતા હવે કેમ ચુપ છો સત્ય માટે આમ જનતા માટે બોલો તો સાચા ગુજરાત વિપક્ષનાં નેતા પરેશભાઇ ધાનાણીનાં પોતાનાં વિસ્તારમાં જ્યારેક કેન્દ્રીય મંત્રી પધાર્યા હોય ત્યારે તેમનું સ્વાગત પ્રશ્ર્નોથી થાય તે સ્વાભાવિક છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આમ જનતા વતી વિનંતી કરૂ છુ કે, સરકાર સામે મતરૂપી આક્રોષ ઠાલવજો અને ભાજપને સદંતર જાકારો આપજો. પંજાનાં ઉમેદવારોને જીતાડજો અને જે કોઇ પ્રજાનાં મતનો દ્રોહ કરી પાટલીઓ બદલી ફરી ચુંટાવા નિકળ્યા છે તેને શાનમાં સમજાની હરાવશો તો જ સત્તાનાં મદમાં રાજતી સરકારની આંખ ઉઘડશે તેમ વિરોધ પક્ષનાં નેતા પરેશ ધાનાણીની સુચનાથી જિલ્લા કોંગ્રેસનાં પુર્વ પ્રમુખ પંકજભાઇ કાનાબારે અખબારી યાદીમાં જણાવ્યું છે.