મોદી કેબિનેટનો નિર્ણય: રાષ્ટ્રીય ભરતી એજન્સીને મંજૂરી: એક દેશ-એક પરીક્ષા

  • દેશના વધુ છ એરપોર્ટનું ખાનગીકરણ થશે
  • મોદી સરકારની ખેડૂતોને મોટી ભેટ, શેરડીના પાક પર હવે પ્રતિ ક્વિન્ટલ ૨૮.૫૦ રૂપિયા વધુ મળશે
  • કોમન એલિજિબિલિટી ટેસ્ટ કરાવવા માટે NRA બનશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટની બેઠક થઈ હતી. કેબિનેટ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણયોની માહિતી વિગતે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પ્રેસ કોન્ફરન્સમાં આપી હતી. દેશના ૬ એરપોર્ટનું મેનજમેન્ટ અને ઓપરેશન પ્રાઈવેટ કંપનીઓને આપવામાં આવ્યું છે.

નોકરી માટે જુદા જુદા સ્થળોએ અનેક પરીક્ષણો આપનારા યુવાનો માટે મોદી સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય ભરતી એજન્સીને મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપતાં આ વાત કહી હતી. તેમણે કહૃાું કે યુવાનોને નોકરી માટે ઘણી પરીક્ષાઓ લેવી પડે છે. ત્યાં ૨૦ ભરતી એજન્સીઓ છે, તેથી દરેક એજન્સીએ પરીક્ષા આપવા માટે ઘણી જગ્યાએ જવું પડે છે. તેમણે કહૃાું, ’હવે રાષ્ટ્રીય ભરતી એજન્સી પરીક્ષણ લેશે. તેનાથી કરોડો યુવાનોને ફાયદો થશે.

જાવડેકરે જણાવ્યું કે જયપુર, ગુવાહાટી અને તિરુવંનતપુરમ એરપોર્ટને પબ્લિક-પ્રાઈવેટ પ્રાર્ટનરશીપ અંતર્ગત લીઝ પર આપવાની મંજૂરી પણ આપવામાં આવી છે.

કેબિનેટના નિર્ણય વિશે જણાવતા કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહૃાું કે આજે નોકરી માટે યુવાઓને ઘણી પરીક્ષાઓ આપવી પડે છે. તેની જગ્યાએ નેશનલ રિક્રુટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. તેનાથી યુવાઓને લાભ થશે.

પ્રકાશ જાવડેકરે કહૃાું કે દેશમાં લગભગ ૨૦ રિક્રૂટમેન્ટ એજન્સી છે. આ બધુ સમાપ્ત કરવા માટે સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી હવે કોમન એલિજિબિલિટી ટેસ્ટ લેશે. તેનો ફાયદો કરોડો યુવાઓને થશે, જે નોકરી માટે અરજી કરે છે.

પ્રકાશ જાવડેકરે કહૃાું કે યુવાઓની આ માંગ વર્ષોથી હતી. જોકે અત્યાર સુધીમાં આ અંગે કોઈ નિર્ણય કરવામાં આવ્યો ન હતો. આ નિર્ણયથી યુવાઓની તકલીફ પણ દૂર થશે અને તેમના પૈસા પણ બચશે. યુવાઓને હવે એક જ પરીક્ષાથી આગળ જવાની તક મળશે.

બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય વિશે વધુ માહિતી આપતા પ્રકાશ જાવડેકરે કહૃાું કે કેબિનેટે એક કરોડ શેરડી પકવતા ખેડૂતો માટે પણ નિર્ણય લીધો છે. સરકારે લાભકારી મૂલ્ય વધારી દીધું છે. હવે ૨૮૫ રૂપિયા પ્રતિ ક્વિન્ટલનો ભાવ નક્કી થયો છે. તે ૧૦ ટકા રિકવરીના આધારે છે. જો ૧૧ ટકા રિકવરી થાય છે તો ૨૮ રૂપિયા ૫૦ પૈસા પ્રતિ ક્વિન્ટલ વધુ મળશે. તેનાથી એક કરોડ ખેડૂતોને ફાયદો થશે.