મોદી સરકારે ફરી એકવાર સોનેરી બજેટ આપીને લોકચાહના વધારી

બજેટ સોનેરી ચમક ધરાવે છે કારણ કે શેરબજારે ગઈકાલે ઉછાળો માર્યો છે. દિલ્હી સરહદે ખેડૂતો અને પોલીસની ટક્કર ચાલુ છે ને બીજી તરફ સંસદનુ બજેટ સત્ર શરૂ થઈ ગયું છે. બજેટ સત્રના પહેલા દિવસે નાણાં મત્રી નિર્મલા સીતારામને આર્થિક સર્વે રજૂ કર્યો તેમાં બહુ રસપ્રદ આયોજનોનો અણસાર હતો. મોદી સરકાર પ્રજાકલ્યાણમાં માને છે તેથી વાસ્તવિક રીતે અમલ કરવામાં પાછું વળીને જોતી નથી. નિર્મલાના આર્થિક સર્વેમાં એવી જ મોટી મોટી વાતો છે. નવા નાણાંકીય વરસમાં દેશની જીડીપીનો વિકાસ દર 11 ટકાની આસપાસ રહેશે ત્યાંથી માંડીને કોરોના રસીકરણના કારણે દેશનું અર્થતંત્ર પાછું ધમધમતું થઈ જશે ત્યાં લગીની વાતોનો મારો નિર્મલાએ ચલાવી દીધો છે.

આર્થિક સર્વેની વાત આપણે પહેલા કરી ચૂક્યા છીએ તેથી એ પારાયણ ફરી નથી માંડતા, પણ નિર્મલા સીતારામને રજૂ કર્યું છે એ બજેટની વાત ચોક્કસ કરીએ, કેમ કે આખા દેશની નજર આ બજેટ પર હતી. નરેન્દ્ર મોદી 2019 ના મે મહિનામાં લોકસભાની ચૂંટણી જીતીને ફરી વડા પ્રધાન બન્યા પછી નિર્મલા સીતારામનને નાણાં મંત્રી બનાવેલા. નિર્મલાએ એ વખતે જુલાઈ મહિનામાં પોતાનું પહેલું બજેટ રજૂ કર્યું ને ગયા વરસે પહેલી ફેબ્રુઆરીએ બીજું બજેટ રજૂ કરેલું. સોમવારે નિર્મલા પોતાનું ત્રીજું બજેટ રજૂ કરી દીધું છે.

નિર્મલાએ આર્થિક સર્વેમાં જે વાતો કરી ને એ પહેલાં પણ નાણાં મંત્રી તરીકે જે કામગીરી કરી એ જોતાં આ માન્યતા સાવ ખોટી પણ નથી, પણ છતાં સાવ નિરાશાવાદી થવા જેવું પણ નથી. તેનું કારણ એ કે, કોરોનાના કારણે લદાયેલા લોકડાઉન પછી આ પહેલું બજેટ છે ને દેશના અર્થતંત્રની સાવ કઠણાઈ બેઠી છે, એ જોતાં મોદી સરકારે આ બજેટમાં કરોડોના પેકેજ આપ્યા છે. નરેન્દ્ર મોદી સરકારે લોકડાઉ ખોલ્યું પછી અર્થતંત્રને ફરી ધમધમતું કરવા માટે ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ ત્રણ આર્થિક પેકેજ જાહેર કર્યાં તેના કારણે અર્થતંત્રની હાલત સુધરી છે. મોદીએ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ 20 લાખ કરોડ રૂપિયાના સામાજિક અને આર્થિક પેકેજની રાષ્ટ્રજોગ પ્રવચનમાં જાહેરાત કરી હતી.

મોદીએ પેકેજની જાહેરાત કરી ત્યારે સૌને લાગેલું કે, અર્થતંત્રમાં તેજી આવશે પણ નાણાં મંત્રી નિર્મલા સીતારામને આ પેકેજમાં કોને શું મળશે તેની જાહેરાતો કરવા માંડી પછી બધાને વિશ્વાસ બેસી ગયેલો. નિર્મલાએ ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ના પહેલા પેકેજ વખતે પાંચ અધ્યાયમાં જે કંઈ જાહેર કર્યું તેમાં નક્કર પ્રગતિની વાત વધારે હતી ને ખરેખર લોકોને કોઈ ફાયદો થાય એવું આયોજન હતું.

બીજું એ કે, મોદી સરકાર પાસે દેશના અર્થતંત્રની હાલત સુધારવાની આ છેલ્લી તક છે. મોદી સરકારે લોકડાઉનના કારણે ઠપ્પ થઈ ગયેલા અર્થતંત્રને દોડતું કરવા ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ હેઠળ પેકેજ જાહેર કર્યું એ અસામાન્ય સંજોગો હતા. એ વખતે પેકેજ જાહેર કરવું પડે એમ જ હતું કેમ કે બધું બંધ જ થઈ ગયેલું. હવે સંજોગો સામાન્ય છે અને ધીરે ધીરે બધું ખૂલી ગયું છે. આર્થિક પ્રવૃત્તિએ પણ સામાન્ય થઈ ગઈ છે. આ સંજોગોમાં મોદી સરકાર ‘આત્મનિર્ભર ભારત અભિયાન’ની જેમ છાશવારે પેકેજ જાહેર ના કરી શકે. જે જાહેર કરવાનું છે એ બજેટમાં જ કરી દેવું પડે ને ઉંચું મૂકી દેવું પડે. એ પછી આખું વરસ તેનો અમલ કરવામાં માટે મચી પડવું પડે. આ બજેટ એવું જ છે.

મોદી માટે પણ અંગત રીતે આ બજેટ મહત્ત્વનું છે કેમ કે અર્થતંત્રને ઉપર લાવવાની જવાબદારી નિર્મલા કરતાં વધારે મોદીની છે. નિર્મલા નાણાં મંત્રી તરીકે પોતાની વિશેષ ધરાવે છે કેમ કે તેમનું તો પોતાનું સ્વતંત્ર વ્યક્તિત્વ જ છે. મોદીની મહેરબાનીથી નાણાં મંત્રી બની ગયેલાં નિર્મલા ચિઠ્ઠીનાં ચાકર છે. મોદી સાહેબ કહે એમ કરવાનું ને તેનાથી વધારે બુદ્ધિ દોડાવવાની જ નહીં એ સિધ્ધાતમાં સંપૂર્ણ વિશ્ર્વાસ રાખીને એ કામ કરતા નથી પરંતુ બુદ્ધિ ચલાવે છે તેથી એ પોતે કશું નવું કરી શકે છે. લોકો પણ આ વાત સમજે છે કે નાણાં મંત્રાલયનું સંચાલન મોદી કરે છે એ જાણે છે. આ પરિસ્થિતિમાં મોદી સાહેબે દેશના અર્થતંત્રને ઉપર લાવવા જે કંઈ કરવું પડે એ મોદીએ જ કરવું પડે ને આ બજેટમાં જ કરવું પડે. એટલે એ રીતે પણ બજેટ દરેક અભિગમથી સારુ નીવડ્યું છે.

મધ્યમ વર્ગની મોદી સરકાર પાસેથી બહુ મોટી અપેક્ષાએઓ પણ ન હતી. મોદી સરકાર મોંઘવારીને નાથવામાં સાવ નિષ્ફળ તો ગઈ નથી ને મનમોહનસિંહની સરકાર કરતાં બે ડગલા આગળ કહેવડાવે એવી સાબિત થઈ છે. ભાજપ પક્ષ દ્વારા સત્તાવાર રીતે તેની રજૂઆત કરાઈ છે. ભાજપની આર્થિક બાબતોની કોમ્યુનિકેશન અને કો-ઓર્ડિનેશન કમિટીએ બજેટ પહેલા નિર્મલા સીતારામન સમક્ષ રજૂઆત કરી હતી કે, કોરોનાના કપરા કાળમાં મધ્યમ વર્ગને સરકાર તરફથી વિના મૂલ્યે અનાજ સહિતની ચીજો અપાઈ છે, બિઝનેસ કરનારાંને કરવેરા તથા બેંક લોનના સ્વરૂપમાં રાહત અપાઈ છે પણ મધ્યમ વર્ગને કશું અપાયું નથી. મધ્યમ વર્ગને ઈન્કમટેક્સના સ્ટાન્ડર્ડ ડીડક્શનની રકમમાં નોંધપાત્ર વધારા સહિતની રાહતો મળે એ જરૂરી છે. મધ્યમ વર્ગ અત્યારે ભારે હાડમારી ભોગવી રહ્યો છે એ જોતાં તેને થોડી રાહત મળે એ જરૂરી છે. આ સિવાય જીએસટી ટેક્સ સ્લેબમાં ફેરફાર કરીને ચીજોના ભાવોમાં ઘટાડો થાય એવાં પગલાં લેવાય એવી રજૂઆત પણ કરાઈ છે. તેના કારણે લોકો વધારે નાણાં ખર્ચશે ને સરવાળે વેપાર-ધંધાને ફાયદો થશે એવી રજૂઆત ભાજપે કરી છે. પરંતુ એ બાબતોને આ બજેટમાં નિર્મલાએ ધ્યાનમાં લીધી નથી.