મોદી સરકારે વાહનોની આગળની સીટના પેસેન્જર માટે એરબેગને ફરજીયાત કરી

મોદી સરકારે વાહનોની આગળની સીટના પેસેન્જર માટે એરબેગને ફરજીયાત કરી દીધી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયએ શુક્રવારના રોજ કહૃાું કે એરબેગને ફરજીયાત કરવાની જોગવાઇના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન બહાર પાડી દીધું છે. હવે કંપનીઓને નવી કારમાં ૧ એપ્રિલથી ડ્રાઇવર અને તેની બાજુવાળી સીટ માટે એરબેગ લગાવવી જ પડશે.

મોટર વાહનોમાં જ્યારે અકસ્માત થાય છે તો સૌથી વધુ ખતરો આગળની સીટ પર બેસનારા લોકોને જ હોય છે. જો મોટર વાહનોની સામ-સામે ટક્કર થાય છે તો આગળની સીટો પર બેઠેલા લોકોના જીવને વધુ જોખમ હોય છે. આ સ્થિતિને ટાળવા માટે સરકારે હવે મોટર વાહનોમાં આગળની સીટ પર એરબેગને ફરજીયાત કરી દીધી છે. આ જોગવાઇ ૧ એપ્રિલ ૨૦૨૧ કે ત્યારબાદ બનતા વાહનો પર લાગૂ થશે.

હવે સરકાર વાહનોની આગળની સીટના પેસેન્જર્સ માટે એરબેગને ફરજીયાત કરી દીધી છે. કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવે મંત્રાલયે શુક્રવારના રોજ કહૃાું કે એરબેગને ફરજીયાત કરવાની જોગવાઇના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન રજૂ કરી દેવાયું છે.

મંત્રાલયે નિવેદન રજૂ કરીને કહૃાું કે વાહનોમાં આગળ ડ્રાઇવરની સીટની સાથે બેસનાર પેસેન્જર્સ માટે એરબેગને ફરજીયાત કરવાના સંબંધમાં ગેઝેટ નોટિફિકેશન રજૂ કરી દેવાયું છે. આ એક મહત્વપૂર્ણ સુરક્ષા ઉપાય છે. સુપ્રીમ કોર્ટની રસ્તા સુરક્ષા પર સમિતિ આ અંગે ભલામણ કરી હતી.

મંત્રાલયે કહૃાું કે એપ્રિલ, ૨૦૨૧ના પહેલાં દિવસે કે ત્યારબાદ બનેલા વાહનોમાં આગળની સીટ માટે એરબેગ જરૂરી હશે. તો જૂના વાહનોના સંદર્ભમાં ૩૧ ઑગસ્ટ, ૨૦૨૧થી હાલના મોડલોમાં આગળની ડ્રાઇવરની સીટની સાથે એરબેગ લગાવી ફરજીયાત હશે. આ પગલાંથી અકસ્માતની સ્થિતિમાં પેસેન્જરની સુરક્ષા સુનિશ્ર્ચિત થઇ શકશે.