મોદી સરકાર ’સૂટ-બુટ-લૂટ અને જુઠ’ની સરકાર છે: રાહુલ ગાંધી

ન્યુ દીલ્હી,

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ખેડૂત આંદોલનને લઈને ફરી એક વખત મોદી સરકાર સામે નિવેદૃન આપ્યુ છે.

રાહુલ ગાંધીએ આજે ટ્વિટ કરતા કહૃાુ હતુ કે, આ સુટ-બૂટ-જુઠની સરકાર છે.રાહુલ ગાંધીએ ખેડૂતો દ્વારા દૃેખાવો થઈ રહૃાા હોય તેવો વિડિયો ટ્વિટ કરીને કહૃાુ હતુ કે, એવુ કહેવાતુ હતુ કે ખેડૂતોની આવક બમણી કરીશું.પણ મોદી સરકારના મિત્રોની આવક ચાર ગણી થઈ ગઈ અને ખેડૂતોની આવક અડધી થઈ ગઈ.આ સુટ-બૂટ-જૂઠ અને લૂટની સરકાર છે.

ઉલ્લેખનીય છે કે, સરકારે કૃષિ કાયદા અંગે ચર્ચા કરવા માટે એક સમિતિ બનાવવાનો મુકેલો પ્રસ્તાવ ખેડૂતો સંગઠનોએ ઠુકરાવી દીધો છે.મંગળવારે મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે થયેલી બેઠકનુ કોઈ પરિણામ આવ્યુ નહોતુ. ખેડૂતો કૃષિ કાયદો પાછો ખેંચવા માટે અડેલા છે.

જે તૈયારી સાથે ખેડૂતો આવ્યા છે તે જોતા એમ લાગે છે કે, ખેડૂતો લાંબા સમય માટે આંદોલન કરવુ પડે તો પણ તૈયાર છે.આમ દીલ્હીની બોર્ડરો પર ખેડૂતોના કારણે અવર જવર પણ અટકી પડી છે.