મોદી ૧૨ ડિસેમ્બરે ‘ફિક્કીની એજીએમને સંબોધશે

ન્યુ દિલ્હી,

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૨ ડિસેમ્બરના રોજ ફિક્કીની ૯૩મી વાર્ષિક સામાન્ય સભામાં ‘પ્રેરણાદાયી ભારતનું નિર્માણ કરવામાં ઉદ્યોગની ભૂમિકા અંગે તેમના વિચારો અને ષ્ટિકોણ સ્પષ્ટ કરશે, એમ ચેમ્બરે જણાવ્યું હતું.

૧૧,૧૨ અને ૧૪ ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલરૂપે યોજાનારી ઉદ્યોગની વાર્ષિક સામાન્ય સભાનું વડા પ્રધાન ઉદ્ઘાટન અને સંબોધન કરશે.

ગૃહ પ્રધાન અમિત શાહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારામન, માર્ગ પરિવહન અને હાઇવે તથા માઇક્રો, સ્મોલ અને મધ્યમ ઉદ્યોગોના પ્રધાન નીતિન ગડકરી, વાણિજ્ય ઉદ્યોગ તથા રેલવેના પ્રધાન પીયૂષ ગોયલ, વિદેશ પ્રધાન એસ. જયશંકર, ઇલેક્ટ્રોનિક્સ, આઇટી અને કમ્યુનિકેશન તથા કાનૂન અને ન્યાય ખાતાના પ્રધાન રવિશંકર પ્રસાદ આ કાર્યક્રમમાં ભાગ લે તેવી સંભાવના છે. આ વર્ષની વાર્ષિક સામાન્ય સભામાં માઇક્રોસોટના સીઇઓ સત્ય નાડેલા, આલ્ફાબેટના ભૂતપૂર્વ ચેરમેન એરિક સ્મિડ ઉપરાંત ટાટા જૂથના ચેરમેન, કેડિલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, રતિેશ અગરવાલ સહિત દેશના ટોચના ઉદ્યોગપતિ પણ વરર્યુઅલ હાજરી નોંધાવશે.