મોબાઇલ ઉપર ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાત સમજાવતા રહયા અને ચાલુ ફોને કેહુરભાઇએ મોતને મીઠુ કર્યુ

અમરેલી,કોંગ્રેસના યુવા આગેવાન કેહુરભાઇ ભેડાએ આપઘાત કેવા સંજોગોમાં કર્યો હતો તેની પ્રાથમિક વિગતો બહાર આવી છે.18મીએ વહેલી સવારે કેહુરભાઇએ પોતાના નજીકના સાથીદાર અને મિત્ર એવા યુવા ધારાસભ્ય શ્રી પ્રતાપ દુધાતને ફોન કર્યો હતો પણ શ્રી દુધાત ત્યારે સુતા હતા તેથી તેણે તે કોલ રીસીવ કરેલ નહી પણ સવારે ઉઠીને પોતાનો મોબાઇ જોતા તેમા કેહુરભાઇનો કોલ આવેલ હોય તેને ફોન કર્યો હતો કે બોલો શુ કામ હતુ ત્યારે કેહુરભાઇએ મારા ગળામાં ગાળીયો છે અને આ છેલ્લા રામ રામ છે હુ કંટાળી ગયો છુ અને તમારો અવાજ સાંભળવો હતો તેમ જણાવીને પોકે પોકે રડયા હતા આથી જેટલા નાણા જોઇએ તે અને તમામ કરજ પોતે ચુકવી દેશે તેમ કહી અને પ્રતાપ દુધાત આવુ પગલુ ન ભરવા મોબાઇલ ઉપર કેહુરભાઇને કરગરતા રહયા અને કેહુભાઇ લટકી ગયા હતા તેનો અંતીમ તડફડાટ પણ પ્રતાપ દુધાતે મહેસુસ કર્યો હતો અને આ અંતીમ ઘડીના ચાલુ ફોને પ્રતાપ દુધાત સાક્ષી બની રહયા.શ્રી પ્રતાપ દુધાતે જણાવેલ કે, આગલી સાંજે સાંજે છની ફલાઇટમાં હુ સુરત ગયો ત્યારે કેહુરભાઇને કશુ ન હતુ અને આગલી રાત્રે તો અમે સાથે જમ્યા ત્યારે પણ તેને કશુ ન હતુ તો તા. 17મીની સાંજથી 18મીની સવાર સુધીમાં એવુ તો શુ બની ગયું કે કેહુરભાઇએ મોત મીઠુ કરવું પડયું ? શ્રી દુધાતે પોલીસ તંત્રને આની ઉંડી તપાસ કરવાની માંગણી કરી છે.
કેહુરભાઇ યુવાન અને સૌથી અલગ વ્યકતીત્વ ધરાવતા હતા તેમણે વિદાયની છેલ્લી વેળાએ એવી કામના પણ વ્યકત કરી હોવાનું જાણવા મળેલ છે કે જો ચાલે તો મારી કીડની વિપુલભાઇ શેલડીયાને આપજો તેને તકલીફ છે.લાગણીભીના આ માનવીની અકાળે વિદાયથી લીલીયા પંથક સ્તબ્ધ છે અને પોલીસ દ્વારા આ આપઘાતની પાછળના તમામ કારણો ચકાસાઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.