મોબાઈલ ફોનની સ્ક્રીન, નોટ પર ૨૮ દિવસ સુધી જીવતો રહી શકે કોરોના: રિસર્ચ

આખી દુનિયા કોરોનાવાયરસ મહામારીના કહેરથી ઝઝૂમી રહૃાું છે. દુનિયામાં COVID-19 ના અત્યાર સુધીમાં ૩.૭૧ કરોડ કેસ સામે આવી ચૂકયા છે અને ૧૦ લાખથી વધુ લોકોએ જીવ ગુમાવવા પડ્યા છે. ભારતમાં કોરોનાના અત્યાર સુધીમાં ૭૦ લાખથી વધુ કેસ સામે આવી ચૂકયા છે જ્યારે ૬૦ લાખથી વધુ કેસ વાયરસને માત આપવામાં સફળ થયા છે. આ બધાની વચ્ચે એક અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાવાયરસ બેક્ધ નોટ અને મોબાઇલ ફોન જેવી પ્રોડક્ટ પર ઠંડી અને ડાર્ક પરિસ્થિતિઓમાં ૨૮ દિવસ સુધી જીવીત રહી શકે છે. ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સાયન્સ એજન્સીએ આ વાત કહી.
એજન્સીએ સોમવારના રોજ કહૃાું કે સીએસઆઇઆરોઓના ડિસીઝ પ્રીપેડનેસ સેન્ટરના રિસર્ચકર્તાઓએ એ વાતનું પરીક્ષણ કર્યું કે અંધારામાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર SARS-CoV-2 કેટલો સમય જીવીત રહી શકે છે. આ પરીક્ષણમાં ખબર પડી કે ગરમ પરિસ્થિતિઓમાં વાયરસ જીવીત રહેવાનો દર ઓછો થઇ જાય છે.
વૈજ્ઞાનિકોએ કહૃાું કે ૨૦ ડિગ્રી સેલ્સિયસ તાપમાન પર SARS-CoV-2 વાયરસ કાચ (મોબાઇલ ફોનની સ્ક્રીન), સ્ટીલ અને પ્લાસ્ટિકની બેક્ધ નોટ પર ‘ઝડપથી ફેલાય છે અને ૨૮ દિવસ સુધી જીવીત રહી શકે છે. ૩૦ ડિગ્રી તાપમાન (86 Fahrenheit) પર વાયરસ જીવીત રહેવાની સંભાવના ઘટીને સાત દિવસ પર આવી ગઇ જ્યારે ૪૦ ડિગ્રી (104 Fahrenheit) પર વાયરસ માત્ર ૨૪ કલાક સુધી જ જીવીત રહી શકે છે.
રિસર્ચકર્તાઓએ કહૃાું કે વાયરસ ઓછા તાપમાન પર રફ સપાટી પર ઓછો સમય સુધી જીવીત રહી શકે છે. અભ્યાસમાં કહૃાું છે કે કપડાં જેવી સપાટી પર ૧૪ દિવસ સુધી વાયરસ જીવીત રહી શકે છે.