મોરેટોરિયમમાં લોન પર વ્યાજ માફ કરવાની અરજી પર જવાબ આપે કેન્દ્ર-આરબીઆઇ

  • સુપ્રિમ કોર્ટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો
  • ૧૩ ઓકટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે

    લોન મોરેટોરિયમના મામલામાં સુપ્રીમ કોર્ટે સરકારને એક અઠવાડિયાનો સમય આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહૃાું કે, વ્યાજ પર જે રાહત આપવાની વાત કરવામાં આવી છે તેના માટે રિઝર્વ બેંક દ્વારા કોઈપણ દિશાનિર્દૃેશ જાહેર કરવામાં આવ્યા નથી. એટલા માટે કોર્ટે એક અઠવાડિયાની અંદર સ્થિતિ સ્પષ્ટ કરવા માટે નવું સોગંદનામુ દાખલ કરવા માટે કહૃાું છે.
    કોર્ટે કહૃાું કે, વ્યાજમાફી કેવી રીતે લાગુ થશે, તેના વિગતો આપતાં સરકાર ૧૨ ઓક્ટોબર સુધી નવું સોગંદનામું આપે. ૧૩ ઓકટોબરે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. સુનાવણી દરમિયાન રિયલ એસ્ટેટ કંપનીઓના સંગઠને કહૃાું કે, સરકારે જે એફિડેવિટ આવ્યું છે તેમાં અનેક આંકડા અને તથ્યો આધારહીન છે. ક્રેડાઈએ કેન્દ્ર સરકારના એફિડેવિટ પર જવાબ આપવા માટે થોડા દિવસનો સમય માગ્યો છે.
    ક્રેડાઈના વકીલે કહૃાું કે, કેન્દ્ર સરકારે રિયલ એસ્ટેટ સેક્ટરને કોઈ રાહત આપી નથી. સરકારે આ સેક્ટરને કોઈપણ પ્રકારની લોન રીસ્ટ્રક્ચિંરગ સુવિધા પણ આપી નથી. કંપનીઓએ પૂરૂ વ્યાજ આપવું પડી રહૃાું છે. ક્રેડાઈને સરકારના ૬ લાખ કરોડ રૂપિયાના આંકડા પર આપત્તિ છે. જેના જવાબમાં સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહૃાું કે, ઉપલબ્ધ સંસાધનો પ્રમાણે અલગ-અલગ સેક્ટરને રાહત આપવામાં આવી છે.
    ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે બેંકોને કહૃાુ છે કે કેન્દ્ર સરકાર ઠોસ પ્લાિંનગ ન જણાવે ત્યાં સુધી કોર્ટના ૩૧ ઓગસ્ટના અંતરિમ નિર્દૃેશ જારી રહેશે. આ પહેલા સુનાવણી દરમિયાન દૃેશની સર્વોચ્ચ અદાલત સુપ્રીમ કોર્ટે કેસને ૨૮ સપ્ટેમ્બર સુધી માટે ટાળી દીધી હતી. કોર્ટે બેકોંને નિર્દૃેશ આપ્યા હતા કે તે આ સમય સુધી કોઈ પણ ખાતાને NPA ઘોષિત નહિ કરે.