મોરેટોરિયમ કોને આપવું તે હવે બેન્કો નક્કી કરશે: આરબીઆઇ ગવર્નર

લોન મોરેટોરિયમ પર આરબીઆઈએ અંતિમ નિર્ણય લેવાનો છે. કેટલાક લોકો આને વધારવાની માગ કરી રહૃાા છે. ત્યાં મોટી સંખ્યામાં લોકો આને તરત જ ખતમ કરવાના પક્ષમાં છે. ખાસ કરીને બેક્ધ હવે મોરેટોરિયમને ઓગસ્ટથી આગળ વધારવાના પક્ષમાં નથી. હાલ ઓગસ્ટ સુધી લોકોને મોરેટોરિયમનો લાભ મળી રહૃાો છે.
આરબીઆઈના ગર્વનર શક્તિકાંત દાસે કહૃાુ કે મોરેટોરિયમ કોને આપવુ છે અને કોને નહીં તે બેક્ધોએ હવે નક્કી કરવાનુ છે. તેમણે કહૃાુ કે મોરેટોરિયમ એક અસ્થાયી સૉલ્યુશન હતુ. મોરેટોરિયમના કારણે સ્થાયી ઉકેલ કાઢવો જરૂરી છે. રેઝોલ્યુશને મોરેટોરિયમને રિપ્લેસ કર્યુ છે.
કોરોના સંકટના કારણે માર્ચમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ. લોકડાઉનના કારણે કામ-ધંધા બંધ હતા. ઘણા લોકો લોનની EMI નહીં ચૂકાવવાની સ્થિતમાં હતા. જેને જોતા રિઝર્વ બેક્ધ ઑફ ઈન્ડિયાના આદૃેશ પર બેક્ધોથી EMI નહીં ચૂકવવા માટે ૬ મહિનાની સમય મર્યાદા મળી ગઈ પરંતુ હવે કેન્દ્રીય બેક્ધને અપીલ કરવામાં આવી રહી છે કે મોરેટોરિયમને આગળ વધારવામાં આવશે નહીં.
કેન્દ્રીય રિઝર્વ બેક્ધે મોરેટોરિયમની સુવિધાને ૩૧ ઓગસ્ટ સુધી માટે વધારવામા આવ્યુ છે. ગત ૨૭ માર્ચનો આરબીઆઈએ પહેલીવાર બેક્ધોથી EMI ચૂકવણી ટાળવા એટલે કે મોરેટોરિયમને કહૃાુ હતુ. જે બાદ બેક્ધોએ ૩ મહિના સુધી પોતાના ગ્રાહકોને EMI ચૂકવણી ટાળવાની છુટ આપી. ફરી આ છુટને અતિરિક્ત ૩ મહિના એટલે કે ૩૧ ઓગસ્ટ સુધી વધારવામાં આવ્યુ છે.