મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા ડ્રાઇવમાં ઇન્ટરનેશનલ નેટવર્કના સુત્રધારને ઝડપી લીધો

અમરેલી,
શ્રી આશીષ ભાટિયા આઇપીએસ, પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી, ગુજરાતરાજ્ય, ગાંધીનગર તથા શ્રી નીરજા ગોટરુ આઇપીએસ, અધિક પોલીસ મહાનિદેશક, સ્ટેટ મોનીટરીંગ સેલની સુચના આધારે શ્રી નિર્લિપ્ત રાય,આઇપીએસ, પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા સુપરવિઝન હેઠળ તથા શ્રી કે.ટી.કામરીયા, નાયબ પોલીસ અધિક્ષક, સ્ટેટ મોનીટરીંગ સેલના સીધા માર્ગદર્શન હેઠળ, સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્રારા મે.ડી.જી.પી.શ્રી દ્રારા પ્રોહીબીશન-જુગાર તથા અન્ય ગુનાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવાની ડ્રાઈવ રાખવામાં આવેલ હોય જે અનુસંધાને સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ સક્રિય થયેલ હતી.
સુરત શહેરના અડાજણ પો.સ્ટે. બી-પાર્ટ ગુ.ર.નં-11210003220322/2022, જુગારધારા કલમ-4,5 મુજબના સ્ટેટ મોનીટરીંગ સેલ દ્રારા દાખલ કરાવેલ ક્રિકેટ સટ્ટાના ગુનામાં દુબઈથી ઓર્ગેનાઈઝર રીતે ઓનલાઈન ક્રિકેટ બેટીંગની એપ્લીકેશન બનાવી, ભારતમાં જુદા-જુદા ગ્રાહકોને ઓનલાઈન માસ્ટર આઈ.ડી. આપી, દુબઈ ખાતેથી ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ મોટુ નેટવર્ક ચલાવી રહેલ મુખ્ય સુત્રધાર જીગર દિપકકુમાર ટોપીવાલા ઉર્ફે જીગર ટોપીવાલા દુબઈ ખાતે હોય અને ઉપરોક્ત ગુનામાં નાસતો-ફરતો હોય તેને પકડવા સારૂ લુક આઉટ સર્કુયલર બહાર પાડવામાં આવેલ હતો. તે આધારે સદરહું આરોપી દુબઈ થી મુંબઈ ખાતે આવતાં, મુંબઈ એરપોર્ટ ઓથોરીટી દ્રારા તેને અટકાયતમાં લીધેલ હોય તેનો કબ્જો મેળવી, ઉપરોક્ત ગુનામાં તા.25/12/2022ના કલાક 12/30 વાગે અટક કરવામાં આવેલ છે.
ઉપરોક્ત આરોપી જીગર દિપકકુમાર ટોપીવાલા ઉર્ફે જીગર ટોપીવાલા દુબઈ ખાતે રહી, ક્રિકેટ મેચના સટ્ટા બેટીંગની ઓનલાઈન એપ્લીકેશન બનાવી, ભારતમાં જુદા-જુદા ગ્રાહકોને ઓનલાઈન એપ્લીકેશનના માસ્ટર આઈ.ડી. આપી, દુબઈ ખાતેથી ઓર્ગેનાઈઝ્ડ રીતે ક્રિકેટ સટ્ટાનું ઈન્ટરનેશનલ મોટુ નેટવર્ક ચલાવી રહેલ હતો.તેમ (કે.ટી.કામરીયા) નાયબ પોલીસ અધિક્ષક સ્ટેટ મોનીટરીંગ સેલ, ગુ.રા.,ગાંધીનગર દ્વારા જણાવાયું છે.