મોહમ્મદ સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપી

ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે કાઉન્ટી ક્રિકેટમાં તેની ડેબ્યૂ મેચમાં પાંચ વિકેટ ઝડપી છે. સિરાજે વૉરવિકશાયર તરફથી ૨૪ ઓવરમાં ૮૨ રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. સિરાજના આ દૃેખાવની મદદથી તેની ટીમે ડિવિઝન વનની મેચના બીજા દિવસે સમરસેટને ૨૧૯ રનમાં ઓલ આઉટ કર્યું હતું. સિરાજે પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હક, જ્યોર્જ બાર્ટલેટ, જેમ્સ રેવ, લુઈસ ગ્રેગરી અને જોશ ડેવીને પોતાના શિકાર બનાવ્યા હતા. ગત વર્ષે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં સિરાજના ઉત્કૃષ્ટ દૃેખાવના સહારે ભારતે શ્રેણીમાં ૨-૧ની લીડ પ્રાપ્ત કરી હતી. ચાલુ વર્ષે જુલાઈમાં રમાયેલી સિરીઝની અંતિમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડે ભારત સામે વિજય મેળવીને શ્રેણી સરભર કરી હતી.