મૌની રોયે નાગિનની સીઝન ૬ અને તેજસ્વી પ્રકાશ વિષે છે આવા વિચાર!…

મૌની રોય હાલમાં બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં જોવા મળી છે અને ફિલ્મ સમીક્ષકોએ આ ફિલ્મમાં તેના રોલના વખાણ કર્યા છે. અગાઉ મૌની રોય ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય ચહેરો ગણાતી હતી. તેણે ટેલિવિઝન સિરીઝ નાગિનમાં પોતાની ભૂમિકા માટે ઘણી પ્રશંસા પણ મેળવી હતી. ટેલિવિઝન જગતમાં તે નાગિન સીઝન ૧માં શિવન્યા અને સીઝન ૨માં શિવાંગીની ભૂમિકા ભજવવા માટે જાણીતી છે. હવે આ શોમાં અન્ય કલાકાર આ ભૂમિકા ભજવે છે. અત્યારે નાગિનની સીઝન ૬ ચાલી રહી છે. જેમાં ટેલિવિઝન અભિનેત્રી તેજસ્વી પ્રકાશ લીડ રોલમાં છે. અન્ય સિઝનની જેમ જ નવી સિઝનની પણ ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાં ખૂબ ચર્ચા થાય છે. ચાહકોને પણ આ શો ખૂબ ગમી રહૃાો છે. મૌની રોયે પોતાના સમકાલીન કલાકાર તેજસ્વી પ્રકાશના પાત્રની પ્રશંસા કરી હતી. તેણે કહૃાું, મેં નાગિનની લેટેસ્ટ સીઝન જોઈ નથી. તેજસ્વી ખૂબ જ બ્રાઇટ અને સુંદર છે. એ બહુ સ્વીટ છે. આ વાતચીત દરમિયાન મૌની રોયે પોતાની આગામી ફિલ્મમાં અભિનેતા અક્ષય કુમાર સાથે જોડી જમાવવાની અફવાઓને ફગાવી દૃીધી હતી. તેણે કહૃાું હતું કે, મેં ખરેખર આવું સાંભળ્યું નથી. પણ તેમને કહો કે તેઓ મને આ ફિલ્મમાં લે. અહીં ઉલ્લેખનીય છે કે, ૨૦૧૫થી ૨૦૧૬ દરમિયાન ટેલિવિઝન પર પ્રસારિત થયેલી સુપરનેચરલ થ્રિલર નાગિનમાં લીડ રોલ માટે રોય સૌથી વધુ વેતન મેળવનારી હિન્દૃી ટેલિવિઝન અભિનેત્રીઓમાંની એક બની ગઈ હતી. આ ટીવી સિરીઝ નાગિનની શરૂઆત ટેલિવિઝન અને ફિલ્મ પ્રોડ્યૂસર એકતા કપૂરે ૨૦૧૫માં કરી હતી. મૌની રોયે ૨૦૦૬માં સોપ ઓપેરા ક્યોંકી સાસ ભી કભી બહુથી દ્વારા કરિયરની શરૂઆત કરી હતી. આ શો બાદ તેણે દૃેવોં કે દૃેવ મહાદૃેવમાં સતીનું પાત્ર ભજવવીને લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. તેણે જુનૂન – ઐસી નફ્રત તો કૈસા, ઇશ્ક, જરા નચકે દિખા, ઝલક દિખલા જા ૭, બોક્સ ક્રિકેટ લીગ ૨ અને લિપ િંસગ બેટલ જેવા લોકપ્રિય ટેલિવિઝન શોમાં પણ અભિનય કર્યો હતો. તેણે તાજેતરમાં રીલીઝ થયેલી બ્રહ્માસ્ત્ર ફિલ્મમાં પણ મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તે ઘણા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.