મ્યુકરમાયકોસીસ પછી હવે અમદાવાદમાં નવો રોગ સામે આવતા લોકોમાં ખળભળાટ

વૈશ્વિક બિમારી કોરોના આવ્યા બાદ એક પછી એક નવા રોગ આવ્યા જ જાય છે. કોરોના દર્દીઓમાં ‘મ્યુકરમાઈકોસીસ નામનો રોગ આવ્યા બાદ વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં પેટથી આંતરડા અને સ્વાદુપિંડ જેવા અંગોને લોહી પહોંચાડતી નસમાં બ્લોકેજ થતાં આંતરડું કાળું પડવાના તેમજ સ્વાદુપિંડ સડી જવાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ફંગસ બાદ હવે માનવ શરીરના સ્વાદુપિંડ પર મોટી અસર જોવા મળી રહી છે. આ રોગમાં સ્વાદુપિંડ કાળું પડી જાય છે અને ધીરેધીરે તેમાં કાણું પડી જાય છે.
આ રોગ થવાની સૌથી વધુ સંભાવના ડાયાબિટિસ, બીપી, દય રોગના દર્દીને વધુ છે, જેથી હાલ ડોક્ટરોએ તેમને તકેદારી રાખવી જણાવ્યું છે. આ વિશે જાણવા મળી રહૃાું છે કે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં માર્ચથી ડિસેમ્બર સુધી ૧૫ કેસ, તેમજ બે ખાનગી હોસ્પિટલમાં ૧૦ જેટલાં કેસમાં દર્દીના કાળા પડી ગયેલું આંતરડું અને સડી ગયેલું સ્વાદુપિંડ કાઢવાની તેમજ ગોલ બ્લેડરની ૪થી ૬ કલાકની સર્જરી કરાઇ છે.
તેમજ જઠરથી લઇને મળમાર્ગ સુધીનું આખું આંતરડું કાળું પડી ગયું હોય તેવાં ૫ દર્દીને બચાવી શકાયા નથી. દર્દીને સામાન્ય પેટના દુ:ખાવાથી શરૂ થતી આ તકલીફનું ઝડપથી નિદાન થતું નથી. પરંતુ, દર્દીને દુખાવો અસહૃા બને છે ત્યારે સર્જન દ્વારા પેટના સીટી સ્કેનમાં આંતરડું કાળું પડી ગયાનું તેમજ પેક્ધ્રિયાસ સડી ગયાનું નિદાન થાય છે, ત્યારે સર્જરી સિવાય કોઇ ઉપાય હોતો નથી.