મ્યુ.ગર્લ્સસ્કૂલ સામે ગટરના ઢાંકણા પોણો ફુટ ઉંડા : અવારનવાર અકસ્માત

  • આજે પણ અમરેલીનું કોઇ ધણીધોરી નથી : કયાંય ન હોય તેવા માર્ગો અમરેલીમાં બને
  • બાઇક અને કારચાલકોને અચાનક સર્કસમાં જેમ બાઇક અને કાર ઉડાડવા પડે છે
    તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે : 150 ફુટના માર્ગમાં પાંચ પ્રાણઘાતક ઢાંકણા

અમરેલી, આજે પણ અમરેલીનું કોઇ ધણીધોરી નથી : કયાંય ન હોય તેવા માર્ગો અમરેલીમાં બને અને તેનો દાખલો નાના બસસ્ટેન્ડ પાસે આવેલ રસ્તો છે મ્યુ.ગર્લ્સસ્કૂલ સામે નવા માર્ગમાં ગટરના ઢાંકણા પોણો ફુટ ઉંડા રખાયા છે જેના કારણે અવારનવાર અકસ્માત સર્જાય છે સાઇડમાં ચાલવા જતા રાહદારીઓ તથા બાઇક અને કારચાલકોને અચાનક આવી જતા ઉંડા ખાડાને કારણે સર્કસમાં જેમ બાઇક અને કાર ઉડાડવા પડે છે તેવી સ્થિતિનો સામનો કરવો પડે છે આ 150 ફુટના માર્ગમાં પાંચ પ્રાણઘાતક ઢાંકણા રખાયા છે જેમા તસવીરમાં દેખાય છે તેમ નાના આંકડીયાના સીનીયર સીટીઝન એવા વૃધ્ધા જ બાઇક ઉપરથી ઉછળી અને પટકાઇ પડયા હતા પણ સદનસીબે તેનો બચાવ થયો હતો.