યમનની રાજધાની સનામાં નાસભાગ મચી, ૭૮ લોકોના મોત, અનેક લોકો થયા ઘાયલ

સના,તા.૨૦
યમનની રાજધાની સનાથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહીં નાસભાગમાં ૭૮ લોકોના મોત થયા છે. તો બીજી તરફ નાસભાગ દૃરમિયાન અનેક લોકો લોકો ઘાયલ થયા હતા. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર નાસભાગમાં ઘાયલ ૧૩ લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને હોસ્પિટલમાં દૃાખલ કરવામાં આવ્યા છે. તેની સારવાર ચાલી રહી છે. રાહત સામગ્રીના વિતરણ દૃરમિયાન ભીડ બેકાબૂ બની ગઈ હતી અને નાસભાગ મચી ગઈ હતી. બચાવ કામગીરીમાં સામેલ બે પ્રત્યક્ષદૃર્શીઓએ જણાવ્યું કે શાળામાં સેંકડો લોકો દૃાન એકત્રિત કરવા માટે એકઠા થયા હતા. દૃરેક વ્યક્તિને ૫,૦૦૦ યમની રિયાલ અથવા લગભગ ઇં૯ ેંજી મળવાના હતા. પરંતુ આ દૃરમિયાન નાસભાગ મચી ગઈ હતી. તો બીજી તરફ યમનના ગૃહ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે દૃાનનો આ કાર્યક્રમ બે ઉદ્યોગપતિઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કેસની તપાસ ચાલી રહી છે. નાસભાગનું કારણ જાણવામાં આવી રહૃાું .