યમરાજાનો આંટો : અમરેલી શહેરમાં 45 વર્ષના કોરોના શંકાસ્પદ દર્દી વેપારીનું મૃત્યું

  • અમરેલી જિલ્લામાં કોરોનાના 17 કેસ : 183 દર્દીઓ સારવાર હેઠળ
  • 18 દર્દીઓ સ્વસ્થ થયા, કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા 3434 થઇ

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં 17 કેસ નોંધાયા છે જ્યારે 183 દર્દીઓ સારવાર લઇ રહયા છે અને 18 દર્દીઓ સાજા થતા રજા આપવામાં આવી છે તથા કોરોનાના કુલ કેસની સંખ્યા 3434 એ પહોંચી છે આજે અમરેલીના 45 વર્ષના કોરોના શંકાસ્પદ વેપારીનું સારવાર દરમિયાન મૃત્યુ થયુ હતુ.