‘યમરાજ કોલિંગ ૨ ફેમિલી લાઈફને એન્જોય કરતા શીખવશે

નવા વિક્રમ સંવતની શરૂઆતની સાથે જ શેમારૂમી ફરી એકવાર ખડખડાટ હાસ્યના ડોઝની સાથે જીવનની માર્મિક વાતો લાવી રહૃાું છે, કારણ કે અમર અને તેનો પરિવાર ફરી આવી રહૃાો છે. ગુજરાતી વેબસિરીઝ યમરાજ કોલિંગને મળેલી શાનદાર સફળતા બાદ હવે શેમારૂમી પર ટૂંક સમયમાં જ તેની બીજી સિઝન સ્ટ્રીમ થવાની છે. પહેલી સિઝનમાં જ્યાં અમર મહેતા જીવનની નાની નાની પળોને જીવતા શીખ્યો હતો, જીવનને માણતા શીખ્યો હતો, ત્યાં આ વખતે એક નવી ધમાલ સાથે અમર મહેતા અને તેનો પરિવાર આપ સૌને મળવા આવી રહૃાો છે. ૭ એપિસોડની બીજી સિઝનમાં થીમ પરિવારની સાથે જીવાતી દરેક ક્ષણની વિશે છે. આ વખતે પણ વાર્તા અમર મહેતા અને તેના પરિવાર પર આવતી મુસીબતોની જ છે. ખુશખુશાલ જીવન જીવતા અમરના બાપુજીને બ્રેઈન ટ્યુમર ડિટેક્ટ થાય છે, પરંતુ તેમની સારવાર કરાવવા અમર પાસે પૈસા નથી. પારિવારિક લાગણીની આંટીઘૂંટીઓ વચ્ચે રમૂજની સાથે સ્ટ્રોંગ મેસેજ પણ છે. ‘યમરાજ કોલિંગ ૨ને પણ પહેલી સિઝનના ડિરેક્ટર ધર્મેશ મહેતાએ જ ડિરેક્ટ કરી છે. તો વેબસિરીઝમાં ગત સિઝનના કલાકારોની અદાકારીની મજા માણવા મળશે, બસ એક નવા પાત્રની એન્ટ્રી થવાની છે. યમરાજ કોલિંગ ૨માં દૃેવેન ભોજાણીની સાથે નીલમ પંચાલ, દૃીપક ઘીવાલા, મેઝલ વ્યાસ. મીત શાહ, કરણ ભાનુશાળી અને ધર્મેશ વ્યાસ જોવા મળશે.