યશના જન્મદિવસે રીલીઝ થશે કેજીએફ ચેપ્ટર-૨નું ટીઝર

ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૧ની સફળતા બાદ ફેન્સ ફિલ્મ કેજીએફ ચેપ્ટર ૨ની રિલીઝની રાહ જોઈ રહૃાા છે, હવે ફિલ્મના મુખ્ય અભિનેતા યશના જન્મદિવસ પર ફિલ્મનું ટીઝર રિલીઝ થવાના સમાચાર છે. ફિલ્મના એક્ઝિક્યુટીવ નિર્માતા કાર્તિક ગૌડાએ ટવિટર પર ફેન્સને આ અંગે માહિતી આપી હતી.

કાર્તિક ગૌડાએ જણાવ્યું હતું કે કન્નડ અને હિન્દૃી ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨નું ટીઝર આઠમી જાન્યુઆરીએ યશના જન્મદિવસ નિમિત્તે રિલીઝ થશે.

ફિલ્મ ‘કેજીએફ ચેપ્ટર ૨નું શૂટિંગ ઘણા મહિનાઓ બાદ ઓગસ્ટ મહિનામાં શરૂ થયું હતું. કોરોના વાયરસ લોકડાઉન પછી આ ફિલ્મનું શૂટિંગ ફરી શરૂ થયું છે. આ ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ મહત્વની ભૂમિકા નિભાવી રહૃાા છે. પ્રશાંત નીલ ફિલ્મનું દિગ્દૃર્શન કરી રહૃાા છે. તાજેતરમાં જ ફિલ્મના નિર્માતાઓએ સંજય દત્તની ભૂમિકાના લૂકનું અનાવરણ પણ કર્યું હતું. આ ફિલ્મમાં તે વિલનની ભૂમિકામાં જોવા મળશે.

સંજય દત્તની ભૂમિકા વિશે વાત કરતાં યશે કહૃાું હતું કે, ‘જ્યારે અમે ‘કેજીએફ ચેપ્ટર ૧ બનાવતા હતા ત્યારે અમારા પર ઘણા નિયંત્રણો હતા પરંતુ ફિલ્મની સફળતા બાદ અમે ‘ચેપ્ટર ૨ને વધુ સારું બનાવવાનો પ્રયાસ કરી રહૃાા છીએ. એ પણ જાણી લો કે લોકો બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહૃાા છે અને અમે ટૂંક સમયમાં તેને લાવીશું. નોંધનીય છે કે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર સારો બિઝનેસ કર્યો હતો.