યશરાજ ફિલ્મ્સના ૫૦ વર્ષ પૂર્ણ થતા આદિત્ય ચોપરા ગ્રાન્ડ સેલિબ્રેશન કરશે

યશરાજ ફિલ્મ્સના ૫૦ વર્ષ પૂરા થતા આદિત્ય ચોપરા એક ગ્રાન્ડ સેલિબ્રેશન કરવાની તૈયારી કરી ચૂક્યા છે. ૨૭ સપ્ટેમ્બરના રોજ સ્વર્ગસ્થ યશ ચોપરાની ૮૮મી જયંતિ પર તેઓ YRF પ્રોજેક્ટ ૫૦ની બ્લુપ્રિન્ટ સામે રાખશે. આ સાથે જ આદિત્ય તેના પ્રોડક્શન હાઉસના નવા લોગોનું અનાવરણ પણ કરશે.
ટ્રેડ પંડિતોએ જણાવ્યું કે, YRF એક વિરાસતવાળી કંપની છે જેનો જૂનો ઇતિહાસ છે. તેમની લાઈબ્રેરીમાં રહેલ પ્રતિષ્ઠિત ફિલ્મોની સંખ્યા ઘણી વધારે છે. કંપનીએ ભારતને ઘણા સુપરસ્ટાર આપ્યા છે. સાંભળવા મળ્યું છે કે નવા લોગોને ભારતની બધી ઓફિશિયલ ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી શકે છે.
આ ગ્રાન્ડ લોગો લોન્ચ કરવા પાછળનું કારણ સૂત્રોના જણાવ્યા મુજબ, YRF છેલ્લા ૫૦ વર્ષોથી અખિલ ભારતીય સ્તર પર દર્શકોનું મનોરંજન કરતું આવ્યું છે. તેમણે બનાવેલી ફિલ્મોએ ભાષાની સીમાને પાર કરીને સમગ્ર દૃેશને એન્ટરટેન કર્યા છે.