યાસ વાવાઝોડાએ બિહારમાં વિનાશ વેર્યો: સાતના મોત

બિહારમાં ચક્રવાત યાસના કારણે સાત લોકોના મોત થયા છે જ્યારે ચક્રવાતી વાવાઝોડાના લીધે ઓછા દબાણવાળા વિસ્તારથી શુક્રવારે રાજ્યના મોટાભાગમાં મધ્યમથી ભારે વરસાદ ખાબક્યો હતો. રાજધાની પટના, દરભંગા, બાંક, મુંગેર, બેગૂસરાય, ગયા અને ભોજપુરમાં વાવાઝોડાથી એક-એક વ્યક્તિનું મોત થયું હતું. રાજધાની પટનાના વૈશાલીને જોડનાર ભદ્ર ઘાટ પર પીપા પુલનો એપ્રોચ રોડ ધસી પડ્યો. તો બીજી તરફ વૈશાલીના રાઘોપુરમાં ભારે વરસાદના લીધે રૂસ્તમપુર પીપાપુલ ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.

હવામાન વિભાગે શનિવારે પણ ઉત્તર બિહારના મોટાભાગના ભાગમાં સામાન્ય થી હળવા ભારે વરસાદનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે. તો બીજી તરફ સીએમ નીતીશ કુમારએ લોકોના મોત પર દુખ વ્યક્ત કર્યું છે. સીએમએ મૃતકોના પરિજનોને ૪-૪ લાખ રૂપિયાનું વળતર ચૂકવવાના આદેશ આપ્યા છે. મુખ્યમંત્રીએ સાથે જ એ પણ આદેશ આપ્યા છે કે બેગૂસરાયમાં ચક્રવાતથી ઘાટલ ચાર વ્યક્તિઓને ગયા અને બાંકામાં એક-એક ઘાયલને યોગ્ય મેડિકલ મદદ પુરી પાડવામાં આવશે.

નીતિશ કુમારે બિહારના લોકોને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી ચેતાવણી અનુસાર તમામ સાવધાનીઓ વર્તવાની અપીલ કરી અને આશ્ર્વાસન આપ્યું કે વિજળી અને પાણીની વગર વિઘ્ને આપૂર્તિ તથા વાહનોની અવરજવરના સંચાલન માટે પ્રયત્નો ચાલી રહૃાા છે.