યુએઇએ ૯૬ લાખની વસ્તિ સામે ૧ કરોડ કરતા વધુ કોરોના ટેસ્ટ કર્યા

વિશ્વભરમાં ચાલી રહેલા કોરોનાના કહેર વચ્ચે ગલ્ફના એક દૃેશે અનોખો વિશ્વ વિક્રમ બનાવીને દૃુનિયાનુ ધ્યાન ખેંચ્યુ છે.
યુએઈ દૃુનિયાનો એવો પહેલો દૃેશ બન્યો છે જેણે પોતાની વસતી કરતા વધારે કોરોના ટેસ્ટ કર્યા છે.યુએઈની વસતી ૯૬ લાખ છે અને તેની સામે તેણે એક કરોડ કરતા વધારે ટેસ્ટ કરીને આ રેકોર્ડ બનાવ્યો છે.
જોકે વસતીને બાજુ પર મુકીને સૌથી વધારે ટેસ્ટની વાત કરવામાં આવે તો ચીન ૧૬ કરોડ ટેસ્ટ સાથે પહેલા ક્રમે છે.અમેરિકાએ ૧૧ કરોડ ટેસ્ટ કર્યા છે અને ભારત ૮ કરોડ ટેસ્ટ સાથે ત્રીજા ક્રમે છે.ચોથા ક્રમે રશિયાએ પાંચ કરોડ ટેસ્ટ કર્યા છે.
યુએઈ સરકારનુ કહેવુ છે કે, છેલ્લા એક મહિનામાં જ દૃેશમાં ૭ લાખ કરતા વધારે ટેસ્ટ કરાયા છે.જોકે આ સમયગાળા દરમિયાન કોરોનાના કેસમાં પણ ૧૬ ટકાન વધારો થયો છે તો રિકવરીમાં ૨૩ ટકાનો વધારો જોવા મળ્યો છે.યુએઈમાં અત્યાર સુધી કોરોનાના કારણે ૪૩૫ લોકોએ જીવ ગુમાવ્યા છે.