યુએઇમાં રાફેલ હતા ત્યાં ઇરાને મિસાઇલ હુમલો કરતાં ખળભળાટ

 • ઇરાને અમેરિકાને ધમકી આપવા કર્યો હુમલો,ફ્રાંસ હાઇએલર્ટ પર
 • ઇરાનની મિસાઇલોએ અખાત સ્થિત અમેરિકી – ફ્રાંસ ઠેકાણા પાસે કર્યું મિસાઇલ પરિક્ષણ

  યુએઇના જે એરબેઝ ખાતે ભારતના પાંચ રાફેલ વિમાનો ઉભા હતા ત્યાં નજીક ઇરાને મિસાઇલ હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું છે.
  અમેરિકા સાથે ચાલી રહેલા તનાવ વચ્ચે ઇરાને ગઇકાલે યુએઇ સ્થિત અલ ધ્રાફા એરપોર્ટ પાસે અનેક મિસાઇલો છોડી હતી. ત્યાં રાફેલ વિમાનો પણ ઉભા હતા. એટલું જ નહિ તેના પાયલોટ પણ હતા. ઇરાની મિસાઇલ હુમલાને જોતા ભારતીય પાયલોટને સલામત સ્થળે લઇ જવાયા હતા.
  અમેરિકી સેન્ટ્રલ કમાન્ડે ઇરાનના મિસાઇલ ટેસ્ટની પુષ્ટિ કરી છે અને કહૃાું છે કે ઇરાને સ્ટ્રેટ ઓફ હરમુ જ પાસે અનેક મિસાઇલો છોડી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇરાનની મિસાઇલોએ અખાત સ્થિત અમેરિકી અને ફ્રાંસના સૈન્ય અડ્ડાઓ પાસે મિસાઇલ પરિક્ષણ કર્યું હતું. ઓછામાં ઓછી ત્રણ મિસાઇલ દરિયાની અંદર પડી હોવાનું બહાર આવ્યું છે. કહેવાય છે કે ઇરાન એ વિસ્તારમાં સૈન્ય અભ્યાસ કરી રહૃાું છે. આ ઇરાની મિસાઇલો કતરના અલ ઉદૃેઇદૃ અને યુએઇના અલ ધ્રાફા એરપોર્ટ પાસે પડી ત્યાં ભારતના રાફેલ પડયા હતા.
  ઇરાનના હુમલા બાદૃ સમગ્ર ફ્રાંસના એરબેઝને હાઇએલર્ટ પર રાખી દૃેવાયા છે અને ભારતીય પાયલોટને સુરક્ષિત સ્થળે લઇ જવાયા હતા.
  ઇરાનના અર્ધસૈનિક રિવોલ્યુશ્ર્નરી ગાર્ડે ગઇકાલે વ્યુહાત્મક રીતે મહત્વના હોરમુજમાં નકલી વિમાન વાહક જહાજ પર હેલીકોપ્ટર થકી મિસાઇલ હુમલો કર્યો હતો જે મોકડ્રીલ હતો. જેનો હેતુ તહેરાન અને વૉશિંગ્ટનમાં વધેલા ટેન્શન વચ્ચે અમેરિકાને ધમકી આપવાનો હતો. ઇરાનના સૈનિકોએ ડ્રોનને લક્ષ્ય રાખી એક જગ્યાએથી એન્ટી એર ક્રાફટ બેટરીઓ પરથી નિશાન લીધું હતું.