યુએઈમાં પહેલો પડકાર ગરમ હવામાનમાં એડજેસ્ટ થવું: ટ્રેંટ બોલ્ટ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ૧૩મી સિઝનમાં પોતાનું ટાઈટલ બચાવવાના ઇરાદૃે યુએઈ પહોંચી છે. ટીમ રાત-દિવસ મહેનત પણ કરી રહી છે. પરંતુ શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મિંલગાની ગેરહાજરીએ ટીમના યોજનાઓને આંચકો આપ્યો છે. હવે ટીમની આશા ન્યુઝીલેન્ડના ડાબોડી ઝડપી બોલર ટ્રેન્ટ બોલ્ટ અને જસપ્રિત બુમરાહ પર રહેશે. બોલ્ટ પણ આ જવાબદારી સમજે છે, પરંતુ તેનું માનવું છે કે યુએઈમાં પહેલો પડકાર ગરમ હવામાનમાં એડજેસ્ટ થવું.
બોલ્ટે કહૃાું કે યુએઈની તમામ ટીમો માટે સૌથી મોટો પડકાર અહીંની ગરમ અને ભેજવાળી સ્થિતિમાં એડજસ્ટ થવાનો રહેશે. બોલ્ટનો વીડિયો ઇન્ટરવ્યૂ મુંબઈ ઈન્ડિયન્સના ટવિટર હેન્ડલ પર મૂકવામાં આવ્યો છે. આ વીડિયોમાં બોલ્ટે કહૃાું કે, અમારી સામે સૌથી મોટો પડકાર રણની વચ્ચે ૪૫ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પોતાને તૈયાર કરવાનો છે. હું એક ખૂબ જ નાના દૃેશ ન્યુઝીલેન્ડથી આવ્યો છું જ્યાં હાલમાં શિયાળાની મોસમ ચાલી રહી છે. ન્યુઝીલેન્ડમાં તાપમાન વર્ષના આ મહિનાઓમાં ૭ થી ૮ ડિગ્રી રહે છે. આવી સ્થિતિમાં મારો પહેલો પડકાર આ ગરમ હવામાનમાં પોતાને ઢાળવાનો રહેશે.
તેણે કહૃાું, હું બીજી ઘણી ફ્રેન્ચાઇઝી તરફથી રમ્યો છું, પરંતુ હું આ મુંબઈ પરિવારનો ભાગ બનીને ખૂબ જ ઉત્સાહિત છું. તેણે કહૃાું કે, મુંબઈ સામે મારા રમવાના અનુભવ અંગે હું કહું તો આવી મજબૂત ટીમ સામે રમતી વખતે તમારા માટેનો પડકાર ડરાવનારો હોય છે. આ સમયે આ તરફ રહેવું અને તેનો ભાગ બનવું સારું છે.