યુએન પરિષદમાં ચીનને કોઇપણ પ્રક્રિયાગત રમત રમવાની મંજૂરી નથી આપી: ફ્રાન્સ

  • ચીન-પાકિસ્તાનને મોટો ફટકો: કાશ્મીર મુદ્દે ફ્રાન્સે ભારતને સમર્થન જાહેર કર્યું

 

ઇસ્લામિક આતંકવાદની વિરૂદ્ધ અવાજ ઉઠાવનાર ફ્રાન્સએ કાશ્મીરના મુદ્દા પર ભારતનું ખૂલીને સમર્થન કર્યું છે. ફ્રાન્સના રાષ્ટ્રપતિના સલાહકારે ગુરૂવારના રોજ કહૃાું કે ફ્રાન્સ કાશ્મીર મુદ્દા પર ભારતનું સમર્થક રહૃાું છે. ફ્રાન્સ અને ભારતની વચ્ચે રણનીતિક વાર્ષિક સંવાદ માટે ભારત પ્રવાસે આવેલા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુઅલ મેક્રોંના કૂટનીતિક સલાહકાર ઇમેનુઅલ બોનએ ચીન પર નિશાન સાંધતા કહૃાું કે ફ્રાન્સે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચીનને કોઇપણ ‘પ્રકિયાગત રમત રમવાની મંજૂરી આપી નથી.

ઇમેનુઅલ મેક્રોંના કૂટનીતિક સલાહકાર ઇમેનુઅલ બોન એ કહૃાું કે ચીન જ્યારે નિયમ તોડે છે તો આપણે ખૂબ જ મજબૂત અને ખૂબ જ સ્પષ્ટ થવું પડશે. હિન્દ મહાસાગરમાં આપણી નૌસેનાની હાજરીની પણ આ જ ભાવના છે. બોન એ કહૃાું કે ફ્રાન્સ ‘ક્વાડ (અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, અને ભારતનું ગ્રૂપ)ની નજીક છે અને ભવિષ્યમાં તેમની સાથે કેટલાંક નૌસૈનિક અભ્યાસ પણ કરી શકે છે.

ફ્રાન્સીસ નૌસેનાના તાઇવાન સ્ટેટમાં પેટ્રોલિંગ કરનાર એકમાત્ર યુરોપીયન નૌસેનાનો ઉલ્લેખ કરતાં તેમણે કહૃાું કે આ ઉશ્કેરવા માટે નથી પરંતુ આંતરરાષ્ટ્રીય નિયમોનું પાલન કરવું ફરજીયાત છે તેના પર જોર આપવા માટે કર્યું છે. બોન એ આગળ કહૃાું કે આપણ સંઘર્ષ તરફ આગળ વધવું જોઇએ નહીં, આપણે સંતુલન બનાવી ચાલવાનું છે, જેથી કરીને બધું શાંતિથી થઇ શકે.

તેમણે કહૃાું કે ભારત સમક્ષ દરેક ખતરાને લઇ અમે હંમેશા ખૂબ જ સ્પષ્ટ રહૃાા છીએ. પછી તે કાશ્મીર જ કેમ ના હોય, આપણે સુરક્ષા પરિષદમાં ભારતના પ્રબળ સમર્થક રહૃાા છીએ, અમે ચીનને કોઇપણ પ્રકારના પ્રક્રિયાત્મક રમત રમવા દીધા નથી. જ્યારે વાત હિમાલયના ક્ષેત્રોની આવે છે તો તમે અમારા નિવેદનોની તપાસ કરી લો, અમે સંપૂર્ણપણે સ્પષ્ટ રહૃાા છીએ. અમે જાહેરમાં શું કહીએ છીએ, તેમાં કોઇ અસ્પષ્ટતા નથી.