યુએસમાં એર ટ્રાફિક કટોકટી થવા પામી છે  

તા. ૧૩.૧.૨૦૨૩ શુક્રવાર, સંવંત ૨૦૭૯ પોષ વદ છઠ. ઉત્તરાફાલ્ગુની   નક્ષત્ર, શોભન   યોગ, વિષ્ટિ   કરણ આજે  જન્મેલાંની  ચંદ્રરાશિ કન્યા (પ ,ઠ ,ણ )  રહેશે .

મેષ (અ,લ,ઈ) : તબિયતની કાળજી લેવી,ખાવા પીવા માં ખ્યાલ રાખવો.
વૃષભ (બ,વ,ઉ) : સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો.
મિથુન (ક,છ,ઘ) :  તમામ ભૌતિક સુખ સગવડ આપતો દિવસ,પ્રગતિ થાય.
કર્ક (ડ,હ)       : સાહસ થી સિદ્ધિ પ્રાપ્ત થાય,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
સિંહ (મ,ટ) :  તમારા યોગ્ય વાણી-વર્તન થી અટકલેલાં કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કન્યા (પ ,ઠ ,ણ) : તમારા ક્ષેત્ર માં તમે આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.
તુલા (ર,ત) : ધીમે ધીમે પરિસ્થિતિ તરફેણમાં આવે,કામ કાર્યનો સંતોષ પ્રાપ્ત થાય.
વૃશ્ચિક (ન ,ય) : સ્ત્રીવર્ગ માટે ઉત્સાહજનક,તમારા હક માટે અવાજ ઉઠાવી શકો.
ધન (ધ,ભ,ફ,ઢ ): વેપારીવર્ગને લાભ થાય,ધંધા રોજગાર માં સારું રહે,પ્રગતિ થાય.
મકર (ખ,જ) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
કુંભ (ગ ,સ,શ) : તમે સત્ય સ્વીકારી બુદ્ધિપુર્વક આગળ વધશો તો લાભ થશે.
મીન (દ,ચ,ઝ,થ): જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી


અગાઉ તા. ૪.૧.૨૦૨૩ બુધવારના અંકમાં લખ્યા મુજબ આ સમયમાં પ્લેન દુર્ઘટનાનું વિશેષ ધ્યાન રાખવું પડશે અને એર ટ્રાફિક બાબતે પણ પ્રશ્નો થતા જોવા મળશે એ પ્રમાણે યુએસમાં એર ટ્રાફિક કટોકટી થવા પામી છે અને સેંકડો ફ્લાઇટ આ લીધે પ્રભાવિત થઇ છે જે અંગે સ્પષ્ટ પણે અત્રે ૪ જાન્યુઆરીના અંકમાં લખેલું હતું. બીજી તરફ જોઈએ તો ત્રણ  મહત્વની ગોચરીય ઘટનાઓ બનવા જઈ રહી છે અને ૧૨ તારીખે મંગળ મહારાજ માર્ગી થઇ રહ્યા છે તો સૂર્ય ૧૪ તારીખે મકરમાં જઈ રહ્યા છે અને શનિ મહારાજ ૧૭ તારીખે કુંભ રાશિ માં પ્રવેશ કરી રહ્યા છે સૂર્ય અને શનિ પિતા પુત્ર હોવા છતાં  બંનેના ગુણધર્મમાં જમીન આસમાન  નો ફેર છે સૂર્ય પૂર્વ છે તો શનિ પશ્ચિમ છે સૂર્ય પ્રકાશ છે શનિ  અંધકાર છે સૂર્ય રાજા છે શનિ પ્રજા છે સૂર્ય સ્ફૂર્તિ છે તો શનિ મંદ છે અને આ બેઉ પિતા પુત્ર ત્રણ દિવસના ગાળામાં શનિ ની જ બેઉ રાશિ માં પરિવર્તન કરી રહ્યા છે જે સરકાર અને પ્રજા વચ્ચે કોઈ ને કોઈ રીતે અસમંજસની સ્થિતિ દર્શાવે છે તો પાકિસ્તાન જેવા દેશમાં આંતરવિગ્રહની સ્થિતિ વધુ વણસતી જોવા મળે તેવા સંકેતો મળી રહ્યા છે.