યુએસ કોર્ટનો આદેશ : ઈસરો દેવાસ મલ્ટીમીડિયાને ૧.૨ અબજ ડોલરનું વળતર ચૂકવે

અમેરિકાની અદાલતે ૨૦૦૫માં એક સેટેલાઇટ સોદાને રદ કરવાના મામલે ફેંસલો આપતા ઈસરોની વાણિજ્યિક શાખા એંટ્રીક્સ કોર્પોરેશનને બેંગ્લોર સ્થિત સ્ટાર્ટઅપ્સ દેવાસ મલ્ટીમીડિયાને ૧.૨ અબજ ડોલરનું વળતર ચૂકવવાનું કહૃાું છે.

જાન્યુઆરી ૨૦૦૫માં થયેલ એક કોન્ટ્રાકટ અનુસાર એંટ્રીક્સે બે ઉપગ્રહોના નિર્માણ,લોન્ચિંગ અને સંચાલન માટે દેવાસને ૭૦ મેગાહર્ટઝ સ્પેક્ટ્રમ ઉપલબ્ધ કરાવવા માટે સહમતી આપી હતી. આ બાદ સમગ્ર ભારતમાં હાઈબ્રીડ સેટેલાઇટ અને સ્થળીય સંચાર સેવાઓની રજૂઆત કરવા માટે ઉપયોગની યોજના બનાવી હતી.

જોકે એંટ્રીક્સે ફેબ્રુઆરી ૨૦૧૧માં આ કરારને સમાપ્ત કરી દીધો હતો. એંટ્રીક્સના આ પગલાંને સુપ્રીમમાં પડકારવામાં આવ્યું હતું અને કાયદાકીય રીતે તેનું સમાધાન શોધવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા. હવે ૨૭ ઓક્ટોમ્બરના રોજ સિએટલ સ્થિત વોશિંગ્ટન વેસ્ટર્ન ડીસ્ટ્રીકટ કોર્ટના બે જજોની બેન્ચે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. યુએસ ડીસ્ટ્રીક્ટ કોર્ટના જજ થોમસ એસ જીલીએ એંટ્રીક્સ કોર્પોરેશને આદેશ આપ્યો છે કે દેવાસ મલ્ટીમીડિયા કોર્પોરેશનને ૫૬૨.૫ મિલિયન ડોલરનું વળતર તેમજ સંબંધિત વ્યાજ એમ મળીને કુલ ૧.૨ અબજ ડોલર ચૂકવવામાં આવે.