યુએસ-ભારતની ત્રીજી ’લીડરશીપ સમિટ’ નું સંબોધન કરશે વડાપ્રધાન મોદી

યુએસઆઈએસપીએફનો વાર્ષિક કાર્યક્રમ શરૂ છે. આ આગાઉ એમેરિકાના ઉપરાષ્ટ્રપતિ દ્વારા સંબોધન કરવામાં આવ્યું હતું. જોકે વિદૃેશ પ્રધાન એસ જયશંકરે પણ ચર્ચામાં ભાગ લીધો હતો. જે બાદ હવે વડાપ્રધાન મોદી સંમેલનના ત્રીજા લીડરશિપ સમિટને સંબોધિત કરશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે યુએસ-ભારત સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમની ત્રીજી ’લીડરશીપ સમિટ’ નું સંબોધન કરશે. યુએસઆઈએસપીએફ ના પ્રમુખ મુકેશ અધીએ કહૃાું કે, ’અમે સમ્માનિત અનુભવ કરી રહૃાા છીએ કે,
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ યુએસઆઈએસપીએફના વાર્ષિક કાર્યક્રમને સંબોધવા માટે સમય આપ્યો. આ વર્તમાન પડકારરૂપ વાતાવરણમાં યુએસ-ભારત સંબંધોનું મહત્વ દર્શાવે છે. તેમણે કહૃાું કે, આ બંને દૃેશો માટે લાભદાયક ભાગીદારી છે, જે ભૌતિક-રાજકીય, વ્યવસાયિક, સાંસ્કૃતિક, રાજદ્વારી અને વૈજ્ઞાનિક ભાગીદારી પર પરસ્પર આધારિત છે.યુએસ વાઇસ પ્રેસિડેન્ટ માઇક પેન્સે એક અઠવાડિયા ચાલનાર કોન્ફરન્સના પહેલા દિવસે સંબોધન કર્યું હતું. મંગળવારે ચર્ચામાં વિદૃેશ પ્રધાન એસ જયશંકરે પણ ભાગ લીધો હતો.