યુકેથી છેલ્લી લાઈટનું અમદાવાદમાં લેન્ડિંગ: આરટી-પીસીઆર ટેસ્ટ કરાયા

લંડનમાં કોરોના વાઈરસનો એક નવું સ્વરૂપ સામે આવતા આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. કોરોનાનો આ નવો પ્રકાર ૭૦ ટકા વધુ ચેપ ફેલાવનારો મનાઈ રહૃાો છે. આ ખતરાને ધ્યાનમાં રાખીને જ ભારત સરકારે લંડનથી આવનારી તમામ લાઈટોને ૨૨ ડિસેમ્બરથી ૩૧ ડિસેમ્બર સુધી સસ્પેન્ડ કરી દીધી છે. જ્યારે લાઈટથી ૨૨ ડિસેમ્બરની રાતે લંડનથી આવનારા તમામ યાત્રીઓના એરપોર્ટ પર જ આરટી-પીસીઆર ટેસ્ટ ફરજિયાત કરવાનો નિર્ણય લીધો છે, અને જે યાત્રી ચેપગ્રસ્ત જણાશે તેને ક્વૉરન્ટીનમાં મોકલાશે અને નેગેટિવ આવનારે એક અઠવાડિયા માટે હોમ ક્વૉરન્ટીનમાં રહેવું પડશે. ત્યારે UK થી છેલ્લી લાઈટનું અમદાવાદમાં આજે સવારે લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ તો યુકેથી છેલ્લી લાઈટને અમદાવાદ એરપોર્ટ પર સિગ્નલ ન મળતા ૨૦ મિનિટ સુધી હવામાં ચક્કર લગાવ્યા હતા.
પરંતુ બાદમાં વાટાઘાટો બાદ આખરી નિર્ણય લેવામાં આવ્યો હતો. અમદાવાદમાં આજે સવારે યુકેથી છેલ્લી લાઈટનું લેન્ડિંગ કરવામાં આવ્યું છે. યુકેથી આવેલા તમામ મુસાફરોનો એરપોર્ટ ઉપર જ આરટી-પીસીઆર કોરોના ટેસ્ટિંગ કરવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હાલ આરોગ્ય વિભાગના ૪૦ કર્મચારીની ટીમ તૈનાત કરી દેવામાં આવી હતી. છેલ્લે મળતી માહિતી પ્રમાણે યુકેથી છેલ્લી લાઈટમાં આવેલા મુસાફરો ૬-૭ કલાક ત્યાં જ રોકાવું પડશે, અને ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આજે સવારે લંડનથી અમદાવાદ આવતી એર ઇન્ડિયાની લાઈટ એઆઈ ૧૧૭૧ આજે સવારે ૧૦.૪૦ વાગ્યાની આસપાસ અમદાવાદ આવી પહોંચી હતી.
લાઈટમાં ૨૪૬ જેટલા પેસેન્જર આવતાં ઈન્ટરનેશનલ ટર્મિનલમાં તમામનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો હતો. કોરોના ટેસ્ટ માટે કોર્પોરેશનની બે ટીમ અને ડીડીઓની ટીમ પીપીઈ કિટ સાથે એરપોર્ટ પર હાજર છે. સરકારે તત્કાલિન નિર્ણય લેતા, અમદાવાદ એરપોર્ટ પર લંડનથી આવેલી લાઈટમાં આવનારા તમામ પેસેન્જરોને ટર્મિનલ ઉપર જ રોકી દેવામાં આવ્યા હતા. લંડનથી આવનારા તમામ પેસેન્જરોને લેવા માટે તેમના સંબંધીઓ વહેલી સવારથી આવી પહોંચ્યા હતા. પરંતુ કોરોના ટેસ્ટનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ પેસેન્જરોને ઘરે જવા દેવામાં આવશે.