યુક્રેનનાં યુધ્ધને કારણે ઉચ્ચ અભ્યાસમાં અટવાયેલ સાત વિદ્યાર્થીઓને જ્યોર્જીયામાં મદદરૂપ થતા શ્રી પરશોતમ રૂપાલા

અમરેલી,
અમરેલી અને આસપાસના વતની અને યુક્રેન મેડીકલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ યુક્રેનમાં અભ્યાસ કરવો શક્ય ન હોય તેથી મેડીકલ યુનિવર્સીટી જ્યોર્જીયામાં પ્રવેશ મેળવી ટ્રાન્સફર લીધ્ોલ અને વિઝા પ્રોસેસમાં સાત વિદ્યાર્થીઓની ફાઇલ જ્યોર્જીયન એમ્બેસી ઇન્ડીયા ન્યુ દિલ્હીમાં એક માસથી પેન્ડીંગ હતી આ વિદ્યાર્થીઓનો કોલેજમાં અભ્યાસ શરૂ થઇ ગયેલ હોય તેથી વહેલી તકે વિઝા પરમીશન મળે તે માટે નવનીત નિમાવત, હર્ષ નિમાવત, રાજદીપ ભટ્ટ, ધ્રુમીત રાઠોડ, શુભમ તળાવીયા, રીયા સિંહ, અંકીત સિંહ વિગેરે દિલ્હી ખાતે શ્રી રૂપાલાના નિવાસે મળવા ગયેલ અને રજુઆત કરેલી બજેટ સત્રમાં અતિ વ્યસ્ત હોવા છતા 20 મીનીટ સુધી રજુઆત સાંભળી વતનના અમુલ્ય રતન એવા શ્રી રૂપાલાએ જરૂરી ભલામણ કરી વિદ્યાર્થીઓનો ફાઇનલ વર્ષનો અભ્યાસ સત્વરે ચાલુ થાય તે માટે માત્ર સાત દિવસમાં વિઝા પરમીશન અપાવેલી હાલ વિદ્યાર્થીઓએ જ્યોર્જીયા પહોંચી કોલેજમાં અભ્યાસ શરૂ કરી દીધ્ોલ છે શ્રી રૂપાલાએ મદદ કરી કૃતજ્ઞ કરેલ છે તે માટે આભાર વ્યક્ત કરીએ છીએ તેમ વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે જણાવ્યુ છે વધ્ાુમાં આ કાર્યમાં શ્રી કૌશીકભાઇ વેકરીયા, શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી અશ્ર્વિનભાઇ સાવલીયા, ડો. કાનાબાર, બિપીનભાઇ જોષીએ પણ મદદ કરેલ તે બદલ તેમનો પણ આભાર માનીએ છીએ તેમ નવનીત નિમાવત, આનંદ ભટ્ટ, પરેશ રાઠોડ, રાજેશ તળાવીયા, કવિતાબેન, દિપાબેન, મિનાબેન, શિલ્પાબેન વિગેરેએ સંયુક્ત યાદીમાં જણાવ્યુ