યુક્રેનમાં અમરેલી જિલ્લાના દસથી વધુ વિદ્યાર્થીઓ ફસાયા

અમરેલી,
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલી તંગદીલી વચ્ચે લોકો રશિયા અને યુક્રેન છોડી રહયા છે આવા સમયે અમરેલી જિલ્લાના દસથી વધારે વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનું અને તેમના પરિવારો અહીં ચિંતામાં મુકાયા હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહીતી અનુસાર રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલ યુધ્ધ જેવી સ્થિતિને કારણે લોકો પોત પોતાના દેશ પરત જઇ રહયા છે અને ખાસ કરીને ભારતમાંથી સૌથી વધુ મેડીકલ સ્ટુડન્ટ ત્યા અભ્યાસ કરી રહયા હોય તેને મોટા ભાગની કોલેજોએ પરત જવા અને અહી કોઇ નુકસાનીે થાય તો અમારી જવાબદારી નહી રહે તેવા મેસેજ આપી દીધા છે.
અમરેલીના આઠ અને એક ધારીનો વિદ્યાર્થીઓ યુક્રેનના ટર્નોપીલમાં છે અને કુંકાવાવના કોલડા ગામનો એક વિદ્યાર્થી રશિયાના સ્કવેરમાં અભ્યાસ કરે છે.હાલમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટનાં કન્ટ્રોલ રૂમમાં માત્ર બે જ કલાકમાં અમરેલીનાં ત્યાં અભ્યાસ માટે ગયેલા 10 વિદ્યાર્થીઓની નોંધણી થઇ છે જેમાં યુક્રેનનાં ટર્નોપીલમાં દર્શન પ્રવિણભાઇ વશરા રે.મધુવન પાર્ક અમરેલી, હર્ષ નવનીતભાઇ નિમાવત રે.શિવપાર્ક ચિતલ રોડ, ધ્રમિત પરેશભાઇ રાઠોડ રે.ગંગાવિહાર લાઠી રોડ, રાજદીપ આનંદભાઇ ભટ્ટ રે. શ્યામનગર લીલીયા રોડ, કહાન જીતેન્દ્રભાઇ મિશ્રા રે.બ્રાહ્મણ સોસાયટી રામનગર, જયદીપ રજનીભાઇ બુધેલીયા રે.માધવનગર લાઠી રોડ, ૠત્વિજસિંહ વિનયસિંહ પરમાર રે.કાઠી સમાજ વાડી પાસે તથા મોહીન ફીરોજભાઇ પઠાણ રે.ધારી આ તમામ ટર્નોપીલમાં છે અને અંજલી મુકેશભાઇ વસાણી રે.અમૃતધારા સોસાયટી ચક્કરગઢ રોડ ચેર્ની વિસ્ટી યુક્રેનમાં છે અને કુંકાવાવ તાલુકાનાં કોલડા ગામનો રજત ઉપેન્દ્રભાઇ સોરઠીયા રશીયાનાં સ્વેરમાં અભ્યાસ કરે છે. સાંજનાં બે કલાકમાં ઉપરોક્ત દસ નામની નોંધણી થઇ છે પણ રશીયા અને યુક્રેનમાં અમરેલી જિલ્લાનાં 10થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા નકારાતી નથી.