યુચર ગ્રૃપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી છેડો ફાડવાનો કર્યો નિર્ણય

આ વખતે ઈન્ડિયન પ્રીમિયર લીગની મુશ્કેલીઓ દૃૂર થતી જોવા મળી રહી નથી. યુએઈમાં આઈપીએલ રમાડવાનો મેળ પડ્યો ત્યાં વિવો સ્પોન્સરશિપને લઈ વિવાદ થયો. જે બાદ આવેલ ડ્રીમ ૧૧ને લઈને પણ હાલ લોકો સવાલ ઉભા કરી રહૃાા છે. તેવામાં હવે આઈપીએલ સામે વધુ એક મુશ્કેલી આવીને ઉભી રહી ગઈ છે. યુચર ગ્રૃપે આઈપીએલ એસોસિયેટ સેન્ટ્રલ સ્પોન્સરશિપથી હાથ ખંખેરી લીધા છે.
ગત પાંચ વર્ષથી યુચર ગ્રૃપ આઈપીએલની સાથે જોડાયેલું હતું. પણ આ વર્ષે તેણે આઈપીએલથી છેડો ફાડી લેવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલની ઓફિશિયલ વેબસાઈટ ઉપર પણ યુચર ગ્રૃપનું નામ એસોસિયેટ સ્પોન્સરની લિસ્ટથી હટાવી દૃેવામાં આવ્યું છે. હવે બોર્ડ દ્વારા યુચર ગ્રૃપનું રિપ્લેસમેન્ટ શોધવામાં આવી રહૃાું છે. કોન્ટ્રાક્ટ પૂર્ણ થયા પહેલાં જ યુચર ગ્રૃપ દ્વારા આ નિર્ણય લેવામાં આવતાં બોર્ડ દ્વારા કંપની ઉપર પેનલ્ટી પણ લગાવવામાં આવી શકે છે.
સુત્રોએ જણાવ્યું કે, યુચર ગ્રૃપના ખસી જવાનું મોટું કારણ સ્પોન્સરશિપ માટે મસમોટી રકમ ચૂકવવી છે. જો કે, હવે બોર્ડ ત્યારે જ રાજી થશે જ્યારે યુચર ગ્રૃપ પેનલ્ટી ભરવા માટે સહમત થશે. આ અગાઉ ચીન સાથેના ઘર્ષણ બાદ દૃેશમાં ચીન વિરોધી માહોલ બનતાં વિવો આઈપીએલની સ્પોન્સરશિપમાંથી નીકળી ગયું હતું. જે બાદ બોર્ડ દ્વારા ટાઈટલ સ્પોન્સરશિપ માટે નવી કંપનીને પસંદ કરવામાં આવી હતી.