યુઝવેન્દ્ર ચહલ અને યુવરાજ સિંહ વચ્ચે જામ્યું ટ્વીટર યુદ્ધ

જ્યારે મુંબઈ ઈન્ડિયન્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ ની વચ્ચે શાનદાર મેચ ચાલી રહી હતી. બરાબર તે જ સમયે ટ્વીટર પર ટીમ ઈન્ડિયાના પૂર્વ ઓલરાઉન્ડર યુવરાજ સિંહ અને હંમેશા પોતાની મજાકને કારણે ચર્ચામાં રહેતાં યુઝવેન્દ્ર ચહલ વચ્ચે પણ એક મજેદાર જંગ ચાલી હતી. રવિવારે આઈપીએલ ૨૦૨૦નો સૌથી રોમાંચક મુકાબલો જોવા મળ્યો. બંને ટીમો વચ્ચે ટાઈ બાદ સુપર ઓવર થઈ અને તે પણ ટાઈ થતાં બીજી સુપર ઓવર રમાઈ હતી. આ અદભૂત મેચમાં ક્રિકેટજગતનાં ખેલાડીઓ સાથે ફેન્સને પણ મજા પડી ગઈ હતી. પૂર્વ ભારતીય ઓલરાઉન્ડર યુવરાજ સિંહ જે આઈપીએલમાં બંને ફ્રેન્ચાઈઝી માટે રમી ચૂક્યો છે,
તે નિકોલસ પુરનની બેટિંગ જોઈને હેરાન થઈ ગયો. અને ટ્વીટર પર તેણે પુરનના વખાણ પણ કર્યા હતા. યુવરાજે ટ્વીટ કરીને લખ્યું કે, એવું લાગે છે કે, આજે મેચ નિકોલસ પૂરનનાં નામે હશે. તેનું બેટ લો ખુબસૂરત છે. તેને બેટિંગ કરતાં જોવો શાનદાર છે. તે મને કોઈકની યાદ અપાવે છે. મારું અનુમાન છે કે, પંજાબ પ્લેઓફમાં રમશે અને ફાઈનલમાં તેનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ કે દિલ્હી કેપિટલ્સ સાથે થશે. બસ પછી તો શું હતું, યુવરાજની આ ટ્વીટ પર બધાની મજા લેતાં ચહલની નજર પડી અને અહીં પણ યુવરાજ સાથે તેને મસ્તી કરવાનું સૂઝ્યુ અને તેણે પણ એક મજેદાર ટ્વીટ કરી દીધી અને લખ્યું કે,
ભૈયાસ હું ભારત પાછો આવી જાઉં. બસ પછી તો શું હતું, આ મજાકનો યુવરાજે પણ મજેદાર જવાબ આપ્યો અને બંને વચ્ચેની આ મીઠી લડાઈની મજા ટ્વીટરવાસીઓને પડી ગઈ હતી. યુઝવેન્દ્ર ચહલ આઈપીએલમાં વિરાટ કોહલીની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રમે છે. બેંગ્લોરની ટીમ ૯ મેચોમાં ૬ જીત સાથે ત્રીજા સ્થાને છે. તો પંજાબ ૩ જીત અને ૬ અંકો સાથે પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને છે. અને યુવરાજે પંજાબ પ્લે ઓફમાં જશે તેવી વાત કરતાં જ ચહલે આ મજેદાર કોમેન્ટ કરી હતી.