અમરેલી,
અમરેલી સંસદીય વિસ્તારના ખેડૂતોને પુરતુ અને જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર મળી રહે તે માટે અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઝર મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીને ટેલીફોનીક રજૂઆત કરેલ છે.સાંસદશ્રીએ કરેલ રજૂઆત મુજબ કુદરતની મ્હેરથી સમગ્ર અમરેલી સંસદીય વિસ્તારમાં સારો એવો વરસાદ પડેલ છે. પરંતુ અમરેલી વિસ્તારના ખેડૂતો દ્વારા કરવામાં આવેલ વાવણી અંતર્ગત હજુ પાકો ઉગ્યા જ છે ત્યાં પાકમાં પાણી લાગવાથી ખેડૂતોમાં યુરિયા ખાતરની ભારે માંગ ઉભી થવા પામેલ છેતેથી અમરેલી સંસદીય વિસ્તારના ખેડૂતોને તેઓની માંગણી અન્વયેજરૂરિયાત મુજબનું પુરતુ યુરિયા ખાતર મળી રહે તે માટે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવીયાજી અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીજીને સાંસદશ્રી દ્વારા તાત્કાલિક ટેલીફોનીક રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આ બંને નેતાઓ દ્વારા પણ અમરેલી વિસ્તારના ખેડૂતો માટે જરૂરિયાત મુજબનું યુરિયા ખાતર મળી રહે તે માટેની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે તેવી સાંસદશ્રીને ખાત્રી આપવામાં આવેલ હોવાનું સાંસદ કાર્યાલયની અખબારી યાદીમાં જણાવેલ .