યુવરાજ સિંહને સૈયદ મુશ્તાક ટ્રોફીમાં રમવાની મંજૂરી ન મળતાં યોગરાજ ભડક્યા

ભારતના સ્ટાર ક્રિકેટર યુવરાજ સિંહને તાજેતરમાં જ બીસીસીઆઈ દ્વારા એક આંચકો લાગ્યો છે. ભારતીય ક્રિકેટમાં નિયંત્રણ બોર્ડ પૂર્વ ભારતીય બેટ્સમેનને ઘરેલું ક્રિકેટમાં રમવાની મંજૂરી આપી નથી. બોર્ડના નિયમો અનુસાર વિદેશી લીગ રમનાર ટીમ ઈન્ડિયાનો કોઈપણ ક્રિકેટર ભારતીય ક્રિકેટમાં કમબેક કરવાની મંજૂરી આપી શકાતી નથી અને ખેલાડી આઈપીએલમાં પણ રમી શકતો નથી.

આ મહિનાથી શરૂ થતી સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં યુવરાજ સિંહ પંજાબના સંભવિત ૩૦ ખેલાડીઓમાં સામેલ હતો. પરંતુએ તેને રમવાની મંજૂરી આપી ન હતી. જે બાદ યુવરાજિંસહના પિતા યોગરાજિંસહ બરાબરના ભડક્યા છે અને તેમણે જવાબ આપ્યો છે.

યોગરાજિંસહે કહૃાું કે જો પૂર્વ ખેલાડીઓને પાછા આવવાની છૂટ આપવામાં આવે તો તેનો ફાયદૃો યુવા ખેલાડીઓને થશે. મને ચોક્કસ કારણ વિશે ખબર નથી, કારણ કે હું હજી સુધી યુવરાજ સિંહ સાથે વાત કરી શક્યો નથી. પરંતુ તે સંપૂર્ણપણે બીસીસીઆઈની પસંદ છે.

જો કે, મને લાગે છે કે નિવૃત્ત ખેલાડીઓને પાછા આવવા અને યુવાન છોકરાઓ સાથે રમવા માટે પૂરતો સમય આપવો જોઈએ, જે સીનિયર ખેલાડીઓ પાસેથી શીખી શકે છે. તેમણે વધુમાં કહૃાું કે, ‘પુનીત બાલી સાથે મને પણ લાગે છે કે યુવરાજ સિંહ માટે યુવા ખેલાડીઓ સાથે રમતો રમવું ખરેખર મહત્વનું હતું.

આઇ.પી.એલ. થી અગાઉ અમે એક શિબિર પણ કરી હતી અને યુવરાજને યુવા ખેલાડીઓ સાથે રમવાનું કહૃાું હતું. યુવીએ કહૃાું હતું કે તેની હવે ઉમર થઇ ગઇ છે. પણ મેં આગ્રહ કર્યો કે તેઓ યુવા ખેલાડીઓ સાથે રમવો જોઈએ. તેણે ચાર-પાંચ ઇિંનગ્સ રમી અને સારા ફોર્મમાં હતો. જ્યારે યુવા ખેલાડીઓ આશ્ર્ચર્યચકિત થઈ ગયા અને વિચાર્યું કે તે આજે પણ તમે આવા સ્તરે કેવી રીતે રમી શકો? ” આ યુવા ખેલાડીઓ માટે પ્રેરણા સમાન છે.