યુવાને અજાણતા આખા ધારીને ધંધે લગાડયું : આખા જિલ્લાનો જીવ અધ્ધર

અમરેલી,કેન્દ્ર સરકાર દ્વારા કોરોનાની તકેદારી માટે બહાર પડાયેલી આરોગ્ય સેતુ એપ અમરેલી જિલ્લામાં 1 લાખ જેટલી સંખ્યામાં લોકોએ ડાઉનલોડ કરી હોય આજે ધારીમાં આ એપ ધરાવતા મોટા ભાગના લોકોના મોબાઇલ ઉપર નજીકમાં કોરોનાનો દર્દી હોવાના સંકેત આપતુ સીગ્નલ સંભળાતા કોરોના મુક્ત અમરેલી જિલ્લામાં આવેલા ધારીના લોકો ભડકી ગયા હતા અને કલેકટર તથા આરોગ્ય તંત્રને જાણ કરાતા સૌ ધંધ્ો લાગ્યા હતા સૌ પ્રથમ તો એ નક્કી કરવામાં મુશ્કેલી ઉભી થઇ હતી કે પોઝીટીવ દર્દી કોણ છે આના માટે ભારત સરકારના સર્વરની મદદથી આ પોઝીટીવનો મોબાઇલ નંબર શોધી આરોગ્ય તંત્ર ધારીના ગામડામાં પહોંચ્યુ હતુ અને આ 20 વર્ષના યુવાનને તપાસતા તે સ્વસ્થ હતો પણ આરોગ્ય સેતુ એપમાં ઉપર લાલ કલરના ત્રિકોણમાં ભુલથી તેણે પોઝીટીવ ઉપર ટીક કરતા તેની ગણતરી પોઝીટીવ દર્દીમાં થઇ ગઇ હતી. આ વિગતો જાણી આરોગ્ય તંત્ર અને ધારી તથા આખા જિલ્લાએ રાહતનો દમ લીધો હતો.