યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા સીએમનું હેલ્થ બુલેટિન બંધ કરતા ઉઠ્યા સવાલો

મુખ્યપ્રધાન વિજય રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ હવે યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા સીએમનું હેલ્થ બુલેટિન આપવાનું બંધ કરવામાં આવતા અનેક સવાલો ઉઠ્યા છે. સીએમ રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ યુ.એન. મહેતા હોસ્પિટલ દ્વારા મૌન સેવવામાં આવી રહૃાું છે. સીએમ રૂપાણીની તબિયતનું અપડેટ આપવાનું બંધ થતાં અનેક તર્ક વિતર્કો થઇ રહૃાા છે.

છેલ્લા ૪૮ કલાકથી મુખ્યપ્રધાનના સ્વાસ્થ્યને લઇને માહિતી છુપાવવાનો પ્રયાસ થઇ રહૃાો છે. છેલ્લા બે દિવસથી કોઇ પણ પ્રકારે સીએમનું મેડિકલ બુલેટિન જાહેર કરવામાં નથી આવ્યું. જે મુદ્દે યુ.એન. મહેતા હોસ્પિટલના સત્તાધીશોએ સૂચક મૌન ધારણ કર્યું છે.