યૂનિન બેંકમાં રૂ.૯૭.૧૦ લાખની છેતરપિંડી મામલે ૯ લોકો સામે ફરિયાદ

સુરત શહેરમાં બહુ ગાજેલા બેંક ઓફ બરોડાના કૌભાંડ બાદ હવે યૂનિયન બેંકમાં પણ લોન કૌભાંડ સામે આ્યું છે. બેંકમાંથી છેતરિંપડી કરીને લોન લઈ ચુનો ચોપડવાના મામલે હવે મેનેજર સહિત ૯ કૌભાંડીઓ સામે ફરિયાદ થઈ છે. જોકે, આ આ રકમ ૯૭.૧૦ લાખ રૂપિયા હોવાનું સામે આવી રહૃાું છે. જેમાં તત્કાલીન મેનેજર સહિત ૯ સામે ગુનો દાખલ થયો છે. આ પહેલા બેક્ધ ઓફ બરોડામાં પણ લોન અંગેની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઈ હતી.
મળતી માહિતી પ્રમાણે સુરતના યૂનિયન બેક્ધની રામપુરાની શાખામાં ૨૦૧૦થી ૨૦૧૨ સુધીમાં મશીન ખરીદીની લોનમાં ગેરરીતિ છેલ્લા એક મહિનાથી બેંકોમાં બોગસ કોટેશન, ભાડાકરાર સહિતના બોગસ લખાણો બનાવી કરોડોનું લોન કૌભાંડ એક પછી એક બેંકોમાંથી સામે આવી રહૃાું છે. આ મામલે અત્યાર સુધીમાં ૪૦થી વધુ આરોપીઓ સામે ગુના નોંધાયા છે. જેમાં મોટેભાગ લોનધારકોમાં મહિલાઓ સામેલ છે.
દરમિયાન શહેરની રામપુરા શાખાની યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં ૯૭.૧૦ લાખનું લોન કૌભાંડ સામે આવ્યું છે. બેંકના તત્કાલીન બ્રાંચ મેનેજર કે.સી.પરમારે રામપુરા શાખામાંથી ૨૦૧૦થી ૨૦૧૨ સુધીમાં ૮ જેટલી પાર્ટીઓને મેન્યુફેક્ચિંરગ મશીન ખરીદૃવા માટે લોન આપી હતી. જેમાં કેટલાક લોન ધારકોએ બોગસ અને બનાવટી કોટેશન અને ભાડા કરાર બેંકમાં રજૂ કર્યા હતા. કેટલાક કિસ્સાઓમાં તો ગેરેન્ટર લીધા વગર લોન પાસ કરાઈ હતી. ઉપરથી લોન પર લીધેલી મશીનરી બારોબાર વેચી લોનની રકમ વ્યાજ સહિત બેંકમાં ભરી ન હતી. હાલના બ્રાંચ મેનેજર હેમંતહરી વર્માએ સીઆઈડી ક્રાઇમમાં ફરિયાદ કરતા તત્કાલીન બ્રાંચ મેનેજર પરમાર સહિત ૯ જણા સામે ઠગાઈનો ગુનો નોંધાયો છે.