યે રિશ્તા ક્યા કહેલાતાની અભિનેત્રી શિવાંગ જોશીએ આખરે મૌન તોડ્યું

ટીવી સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ દર્શકોને ખૂબ પસંદ આવી છે. આ શો વર્ષોથી દર્શકોનું મનોરંજન કરે છે. પરંતુ, હવે શો સાથે જોડાયેલા એક ખરાબ સમાચાર પ્રેક્ષકો માટે છે. ખરેખર, શોમાં નાયરા અને કાર્તિકની જોડી હવે તૂટી જવાની છે કારણ કે નાયરાના મુખ્ય પાત્ર ભજવનારી શિવાંગી જોશીએ શોને અલવિદા કહી દીધી છે. આ શોમાં નાયરાની મોતની ક્રમ પછી અનેક પ્રકારના સમાચાર બહાર આવ્યાં હતાં. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે શિવાંગીને શોમાંથી કાઢી મૂકવામાં આવી છે. હવે શિવાંગીએ આ અહેવાલો પર મૌન તોડ્યું છે.
એવું કહેવામાં આવી રહૃાું હતું કે શિવાંગી જોશીની નિર્માતા રાજન શાહી સાથેની લડાઇ બાદ શોમાં તેમનું પાત્ર સમાપ્ત થઈ ગયું છે. આવી સ્થિતિમાં શિવાંગી જોશીએ કહૃાું હતું કે- ‘મને આ વિચારીને રડવું આવે છે કે નાયરાનું યે રિશ્તા કયા કહેલાતા હે માં મોત થવાનું છે. મીડિયામાં આવતા સમાચારોમાં મને કોઈ વાંધો નથી, પરંતુ અચાનક ફેલાતી અફવાઓથી મને મુશ્કેલી થાય છે.
શિવાંગી આગળ કહે છે- ‘આવતા ૧૦ દિવસમાં શોમાં શું થવાનું છે તે વિશે તમને જાણ થઈ જશે. હું આ સિરિયલની વાર્તા વિશે ઘણું કહી શકતી નથી, પરંતુ હું ચાહકોને કહીશ કે જ્યાં સુધી તમે આ શોને પ્રેમ આપી રહૃાા છો ત્યાં સુધી તેને આગળ પણ આપવાનું ચાલુ રાખો. ‘ જણાવી દઈએ કે, તાજેતરમાં શોમાં નાયરાના મોતનું ટ્વિસ્ટ લાવવામાં આવ્યું છે. આ જોયા પછી ચાહકો પણ ખૂબ ભાવુક થઈ ગયા છે.