“યે રિશ્તા ક્યા કહેલાતા હૈ”ના ૩ એક્ટર્સને કોરોના પોઝિટિવ

  • એક્ટર્સ સહિત ચાર સભ્યોનોે રિપોર્ટ પોઝિટિવ
  • શોની કાસ્ટ તેમજ ક્રૂએ ગણેશ ચતુર્થી નિમિત્તે સેટ ઉપર બાપ્પાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું : શૂિંટગ રોકી દૃેવાયું

યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના ત્રણ એક્ટર્સ અને ચાર ટેક્નિશિયનને કોરોના થતાં સીરિયલનું શૂિંટગ હાલ પૂરતું રોકી દૃેવાયું છે. શોના કલાકાર સચિન ત્યાગી, સમીર ઓંકાર અને સ્વાતિ ચિટનિસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સુહાસિની ગોયંકા (કાર્તિકની દાદી) એટલે કે સ્વાતિ ચિટનિસ અને સમિર હાલમાં જ શોમાં પરત ફર્યા છે. શોમાં હાલનો ટ્રેક સચિન ત્યાગી પર દર્શાવાઈ રહૃાો છે, જેમનું એક્સિડેન્ટ થતાં યાદશક્તિ જતી રહી છે અને તેમનો દીકરો એટલે કે કાર્તિક તેમનું ધ્યાન રાખી રહૃાો છે. શોની કાસ્ટ અને ક્રૂએ ગણેશ ચતુર્થી નિમિત્તે સેટ પર બાપ્પાનું ભાવભીનું સ્વાગત કર્યું હતું. સીરિયલના તમામ સભ્યો ઉજવણી કરી રહૃાા હોય તેવી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. સીરિયલના પ્રોડ્યૂસર રાજન શાહીએ કહૃાું કે, સ્વાતિ ચિટનિસ, સચિન ત્યાગી અને સમિર ઓંકાર કે જેઓ યે રિશ્તા ક્યા કહેલાતા હૈનો મહત્વનો ભાગ છે તેમનો કોવિડ-૧૯ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે, પરંતુ ત્રણેયમાંથી એકમાં પણ લક્ષણો નહોતા. સુરક્ષાને ધ્યાનમાં રાખીને તેઓ હોમ ક્વોરન્ટિન થયા છે. મ્સ્ઝ્રએ પણ તેમનામાં લક્ષણો ન હોવાથી હોમ ક્વોરન્ટિનની સલાહ આપી છે. તેમના રિપોર્ટ આવ્યા બાદ યુનિટના તમામ સભ્યોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ૪ ક્રૂ મેમ્બર્સના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મ્સ્ઝ્રને જાણ કરાતા તરત જ ટીમ આવી પહોંચી હતી અને આખા સેટને સેનિટાઈઝ કરાયો હતો. હાલ અમે સતત તેમના સંપર્કમાં છીએ કારણ કે તેમનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે. અમે સુરક્ષાને વળગેલા રહીશું અને આગામી સમયમાં પણ તમામ પ્રકારની સાવચેતી અને કાળજી લેવામાં આવે તે બાબતનું પૂરેપુરુ ધ્યાન રાખીશું. જે ત્રણ કલાકારોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમણે પોતાના સ્ટેટમેન્ટમાં તેમનામાં કોઈ લક્ષણો ન હોવાની વાત કહી હતી. સચિન ત્યાગીએ કહૃાું કે, મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અમને આરામથી શૂિંટગ કરી રહૃાા હતા, તેમ છતાં આમ થયું. મને લાગે છે કે આપણે આ બાબતને સકારાત્મકાથી લેવાની જરૂર છે. મેં મારી જાતને આઈસોલેટ કરી દૃીધી છે અને ડાયેટ પર ધ્યાન આપી રહૃાો છું. મારામાં લક્ષણો નહોતા. પરંતુ સૌથી સારી વાત એ છે કે મેં સમયસર ટેસ્ટ કરાવ્યો. તો સ્વાતિ ચિટનિસે કહૃાું કે, ’મારો કોવિડ-૧૯ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સારી વાત એ છે કે, મારામાં કોઈ લક્ષણો નથી અને મારી તબિયત સારી છે. ઝડપથી રિકવર થઈ રહી છું. સમયસર મારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખી રહી છું. હું ઝડપથી સાજી થઈ જઈશ તેવી આશા છે. અત્યારસુધીમાં મેં જેમની સાથે કામ કર્યું છે તેમાંથી રાજન શાહી બેસ્ટ પ્રોડ્યૂસર છે. બાકીના કલાકારો અને ટીમ પણ ધ્યાન રાખી રહી છે. સમિર ઓંકારે કહૃાું કે, જીવનમાં પહેલીવાર મને લાગી રહૃાું છે કે પોઝિટિવ હોવું સારી વાત નથી. હું હાલ આઈસોલેશનમાં છું અને ડાયેટ પર ધ્યાન રાખી રહૃાો છું. કેટલીક એક્સર્સાઈઝ પણ કરી રહૃાો છું. ભગવાન મહાન છે. તે બધું પાર પાડશે.