યોગી સરકાર યમુના એક્સપ્રેસ-વે પર ફિલ્મ સિટી બનાવવા ૧૦૦૦ એકર જમીન આપશે

લખનઉ,
હાલમાં મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથે દૃેશની સૌથી ખુબસુરત ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશમાં બનાવવાની વાત કરી હતી. આ પ્રોજેક્ટ પર હવે કામ પણ શરૂ થઈ ગયુ છે. યોગી સરકારે આ ફિલ્મ સિટી માટે ૧૦૦૦ એકર જમીન ફાળવી આપી છે. યમુના એક્સપ્રેસ વેના મુખ્ય કાર્યકારી અધિકારી અરુણવીર િંસહે Additional Chief Secretaryઅને પત્ર લખીને ફિલ્મ સિટીને ફાળવી આપેલી જમીન વિશે જાણકારી આપી.
આ પત્રમાં ફિલ્મ સિટી માટે યમુના એક્સપ્રેસ વે Industrial Development Authority ક્ષેત્રના સેક્ટર-૨૧માં ઔદ્યોગિક પ્લોટ્સ માટે ૭૮૦ અને વ્યવસાયિક વ્યવસાયિક પ્લોટ્સ માટે ૨૨૦ એકર એમ કરીને કુલ ૧૦૦૦ એકર જમીન ઉપલબ્ધ છે.
ફિલ્મ મેકર મધુર ભંડારકારે ઉત્તર પ્રદૃેશના મુખ્યમંત્રી યોગી આદિૃત્યનાથ સાથે મુલાકાત કરી હતી. આ દૃરમિયાન બંનેએ ગૌતમબુદ્ધ નગર જિલ્લામાં દૃેશની સૌથી મોટી અને સૌથી ખુબસુરત ફિલ્મ સિટી બનાવવાને લઈને મુખ્યમંત્રીની જાહેરાત પર ચર્ચા કરી. મુખ્યમંત્રીએ ફિલ્મ નિર્માતાને ભેટ તરીકે એક સિક્કો આપ્યો. જેમાં ભગવાન રામની તસવીર કોતરાયેલી હતી.