રંગભેદની ટિપ્પણી અંગે ગુસ્સે ભરાયો સેહવાગ, સિરાજના સમર્થનમાં આવ્યો

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટ સિડનીમાં રમાઈ રહી છે. આ મેચ શરમજનક ઘટનાઓની સાક્ષી બની છે. વિરેન્દ્ર સેહવાગ અહીંના પ્રેક્ષકો દ્વારા કરવામાં આવી રહેલી રંગભેદની ટિપ્પણી અંગે ગુસ્સે થયા છે.

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સેહવાગે ટ્વિટર પર લખ્યું, ‘તુમ કરો તો કટાક્ષ અને જો કોઈ કરે તો જાતિવાદી ટિપ્પણી. સિડનીના પ્રેક્ષકો જે કરી રહૃાા છે તે એકદમ દુર્ભાગ્યપૂર્ણ છે. આ લોકો શ્રેષ્ઠ ટેસ્ટ સિરીઝની મજા લઇ રહૃાા છે.

સિડની ક્રિકેટ ગ્રાઉન્ડના સ્ટેન્ડ્સ પર હાજર દર્શકોના હોબાળોને કારણે રમત બંધ કરવી પડી હતી. ઘણા દર્શકોએ મોહમ્મદ સિરાજ પર રંગભેદની ટિપ્પણી કરી હતી. આ પછી, સુરક્ષા કર્મચારીઓ દ્વારા હંગામો મચાવનારા ૬ લોકોને સ્ટેન્ડની બહાર કાઢી મૂકવામાં આવ્યા હતા.

દર્શકોના આ કૃત્યને કારણે, બધા ખેલાડીઓ મેદાનની વચ્ચે પહોંચી ગયા હતા અને મેચને થોડા સમય માટે અટકાવવી પડી હતી. ત્યારબાદ અમ્પાયરે ચાના સમયની ઘોષણા કરી. રમત થોડી વાર પછી શરૂ થઈ. આ ઘટના અંગે મોહમ્મદ સિરાજે ફીલ્ડ અમ્પાયરને ફરિયાદ કરી હતી.