તા. ૧૫.૩.૨૦૨૨ મંગળવાર, સંવંત ૨૦૭૮ ફાગણ સુદ બારસ, આશ્લેષા નક્ષત્ર, સુકર્મા યોગ, કૌલવ કરણ આજે રાત્રે ૧૧.૩૩ સુધી જન્મેલાંની ચંદ્રરાશિ કર્ક (ડ,હ) ત્યારબાદ સિંહ (મ,ટ) .
મેષ (અ,લ,ઈ) : પરિવાર સાથે આનંદ માણી શકો,મુસાફરી થાય,શુભ દિન.
વૃષભ (બ,વ,ઉ) : ભાઈ ભાંડુ સુખ સારું રહે,રચનાત્મક પ્રવૃત્તિ કરી શકો.
મિથુન (ક,છ,ઘ) : તમારા સૌમ્ય વાણી વર્તનથી અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો,શુભ દિન.
કર્ક (ડ,હ) : આજના દિવસે તમામ મોરચે તમે સારી રીતે આગળ વધી શકો.
સિંહ (મ,ટ) : વાદ વિવાદ થી દૂર રહેવું,મતભેદ નિવારવા સલાહ છે,મધ્યમ દિવસ.
કન્યા (પ ,ઠ ,ણ) : સગા સ્નેહી મિત્રોથી સારું રહે,આગળ વધવાની તક પ્રાપ્ત થાય.
તુલા (ર,ત) વેપારીવર્ગ ને મધ્યમ રહે ,નોકરિયાત વર્ગની પ્રગતિ થાય.
વૃશ્ચિક (ન ,ય) : ભાગ્યની દેવી રીઝતી જણાય,નવીન તક હાથમાં આવે.
ધન (ધ,ભ,ફ,ઢ ): દૂર દેશ થી સારા સમાચાર મળે,જુના મિત્રોને મળવાનું થાય.
મકર (ખ,જ) : જાહેરજીવનમાં સારું રહે,યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય,શુભ દિન.
કુંભ (ગ ,સ,શ) :તબિયતની કાળજી લેવી,વધુ પડતી દોડધામ નિવારવા સલાહ છે.
મીન (દ,ચ,ઝ,થ): સંતાન અંગે સારું રહે,પરિવાર સાથે આનંદ માણી શકો,શુભ દિન.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૧૭ માર્ચને ગુરુવારે વ્રતની પૂનમ અને હુતાશની આવી રહ્યા છે. હોળી એ આપણી સંસ્કૃતિનો મુખ્ય તહેવાર છે. હોલિકા દહન પહેલી નજરે બાહ્ય બાબતો સાથે સંકળાયેલ લાગે પરંતુ આ તહેવારની વિશેષતા એ છે કે આ તહેવાર પર આપણે આપણી અંદર ઉતરીને આપણી વૃત્તિઓનો અભ્યાસ કરીને તેમાં જે નકારાત્મક વૃત્તિઓ છે તેનું દહન કરવાનું છે. જયારે આપણી અંદરની નકારાત્મકતાઓનું દહન થાય છે તે પછી જ શુદ્ધ વૃત્તિઓ ભક્તિ સ્વરૂપે ઈશ્વર નજીક પહોંચી શકે છે અને તો જ ઈશ્વર સાથે પ્રેમમય રંગોત્સવ ઉજવી શકાય છે. આમ ગણો તો જીવ અને શિવના મિલન માટે જરૂરી છે કે વ્યક્તિ પોતાની અંદરની આસુરી શક્તિઓને ઓળખી તેનો ત્યાગ કરે અને પ્રેમ, લાગણી, ભાવનાને પોષણ આપી ભક્તિમાર્ગે આગળ વધે. રંગોત્સવ એ પૂર્ણ ભક્તિમાર્ગથી પ્રભુને પામવાની વાત છે પરંતુ દરેક ગ્રંથમાં કહ્યું છે તેમે ઈશ્વરને કપટ, છળ, ઈર્ષા, ક્રોધ, અહં કે લોભ ગમતા નથી. આ બધાથી પર થઇ જયારે શુદ્ધ હૃદયથી આપણે ઈશ્વર સમક્ષ ઉભા રહીએ છીએ ત્યારે પ્રત્યેક ક્ષણ રંગોત્સવ બની જાય છે. હોલિકા દહન અને ધુળેટી આ જ બાબત દર્શાવે છે કે જીવ જયારે આ બધા ખોટા વ્યવહાર અને સંબંધમાંથી બહાર આવે છે ત્યારે તેને ઈશ્વરી સત્તા સમજાય છે અને એ અવસ્થામાં ઈશ્વર પણ જીવનો સ્વીકાર કરે છે અને જે રીતે નરસિંહ મહેતા મહારાસના દર્શન કરતા એટલા તલ્લીન બની ગયા કે મશાલથી તેમનો હાથ પણ દાઝી ગયો એમ જયારે જીવ સંપૂર્ણ શરણાગતિથી શુદ્ધ હૃદય સાથે ઈશ્વર સમક્ષ આવે છે ત્યારે તેમની રંગભરી લીલામાં તલ્લીન બની જાય છે અને એ જ સાચો રંગોત્સવ બને છે.
જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી