રક્ષાબંધનના દિવસે સોમનાથ મંદિરમાં બોરસલી શૃંગાર કરાયો, ભાવિકોની પાંખી હાજરી જોવા મળી

આજે શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને રક્ષાબંધન છે. ત્યારે આજે સોમનાથ મહાદૃેવને બોરસલીનો શૃંગાર કરવામાં આવ્યો છે. કોરોનાની મહામારીના કારણે આજે સોમનાથ મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી જોવા મળી રહી છે. શ્રાવણ માસના દર સોમવારે લાખો ભાવિકો મહાદૃેવના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વખતે કોરોનાના કારણે ભાવિકોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો છે. શ્રાવણમાસના બીજો સોમવાર અને રક્ષાબંધન હોવાથી આજે સોમનાથ મહાદૃેવ મંદિર વહેલી સવારે ૫.૩૦ વાગ્યે ખુલ્યું હતું. સોમનાથ મહાદૃેવના મંદિરમાં લોકો આજે ૮ વાગ્યા સુધી બોરસલી શૃંગારના દર્શન કરી શકશે.
સવારથી સાંજ સુધી અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરમાં આખા દિૃવસ દૃરમિયાન ૧૩ કલાક સુધી દર્શન માટે ખુલ્લુ રહેશે. મહત્વનું છે કે પાસ વગર એક પણ યાત્રિકને મંદિરમાં પ્રવેશ અપાશે નહીં. કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈ પાસ વગર કોઈ પણ શિવભક્તોને પ્રવેશ મળશે નહીં. જેથી ઓનલાઈન અને ઓફલાઈન પાસ સિસ્ટમ ચાલુ કરવામાં આવી છે. જો કે આજે પણ સોમનાથ મહાદૃેવના મંદિરમાં આરતી સમયે લોકોને મંદિૃરમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.